રાજ્યમાં હવે ધો.8 નાપાસ ટ્રક ડ્રાઇવરને પણ લાઇસન્સ મળશે

News18 Gujarati
Updated: October 17, 2019, 8:02 AM IST
રાજ્યમાં હવે ધો.8 નાપાસ ટ્રક ડ્રાઇવરને પણ લાઇસન્સ મળશે
પ્રતિકાત્મક તસવીર

ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેનાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મહત્વનાં સમાચાર આવી રહ્યાં છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેનાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મહત્વનાં સમાચાર આવી રહ્યાં છે. હવે ધોરણ 8 નાપાસ હશે તો પણ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે. રાજ્ય વાહન વ્યવહાર વિભાગે ટ્રક ડ્રાઇવરની શૌક્ષણિક લાયકાતમાં સુધારો કર્યો છે.

દેશભરમાં એવા ઘણાં ચાલકો છે જે આ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તેનાં અભાવે ટ્રાન્સપોર્ટમાં મોટા વાહનો ચલાવી ન શકતા હોય. આ સુધારા સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા હજારો ટેમ્પાચાલકોને બહુ મોટી રાહત મળી છે. શૈક્ષણિક લાયકાતને કારણે હજારો ડ્રાઇવરો બેરોજગાર બન્યાં હતાં.

ભારત સરકારનાં મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના નોટિફિકેશન પ્રમાણે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ 1989ના નિયમ 8ને રદ કર્યો હતો. ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેના ડ્રાઇવિંગ લાઇસન્સના હેતુ માટે હવે ધોરણ 8 પાસની શૈક્ષણિક લાયકાતની જરૂર રહેતી નથી. પરંતુ ઘણાં સમયથી રાજ્ય સરકાર આ કાયદો અમલમાં મુક્યો ન હતો. આખરે રાજ્ય સરકારે આ નિયમને હામી ભરીને પરિપત્ર જાહેર કર્યું છે. જેમાં જણાવ્યું છે કે, 'કેન્દ્ર સરકારનાં મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના નોટિફિકેશનનો અમલ કરવામા આવ્યો છે. અને ટ્રાન્સપોર્ટનાં વાહનો ચલાવવા માટે ચાલકને ડ્રાઇવિંગ લાયસન્સ માટે ધો.8 પાસની શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. ધોરણ 8 નાપાસને પણ હવે ડ્રાઇવિંગ લાયસન્સ મળી શકશે.'

આ પણ વાંચો: અમદાવાદના આટલા સિગ્નલો ઉપર રાત્રે પણ ટ્રાફિક નિયમનું કરવું પડશે પાલન

શહેરના ટેક્સ્ટાઇલ માર્કેટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ડીલેવરીના કામકાજ સાથે હજારો લોકો જોડાયેલા છે. નિયમ મુજબ લાયસન્સ નહિ હોવાને કારણે નવા ટ્રાફિકનાં નિયમોનો ભોગ અવારનવાર બનવું પડતું હતું.
First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...