'રોકાણ વધ્યૂ હોત તો દેવું ના વધે, વાઇબ્રન્ટ ઉદ્યોગપતિઓને લીલાલહેર કરાવવા માટે છે'

Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 2:50 PM IST
'રોકાણ વધ્યૂ હોત તો દેવું ના વધે, વાઇબ્રન્ટ ઉદ્યોગપતિઓને લીલાલહેર કરાવવા માટે છે'
આગામી સપ્તાહે વાઇબ્રન્ટ ગુજરાત 2017 સમિટ શરૂ થવા જઇ રહી છે ત્યાં કોંગ્રેસે આજે સરકાર પર આકરા પ્રહારો કરતાં વાઇબ્રન્ટને માત્રને માત્ર કેટલાક ઉદ્યોગપતિઓને લીલાલહેર કરાવવા માટે જ કરાતી હોવાની ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર સામે નિશાન સાધતાં કહ્યું કે, જો રાજ્યમાં રોકાણ વધ્યૂ હોય તો દેવું ના વધે, આજે રાજ્યનું દેવું 2 લાખ 30 હજાર કરોડે પહોંચ્યું છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 2:50 PM IST
અમદાવાદ #આગામી સપ્તાહે વાઇબ્રન્ટ ગુજરાત 2017 સમિટ શરૂ થવા જઇ રહી છે ત્યાં કોંગ્રેસે આજે સરકાર પર આકરા પ્રહારો કરતાં વાઇબ્રન્ટને માત્રને માત્ર કેટલાક ઉદ્યોગપતિઓને લીલાલહેર કરાવવા માટે જ કરાતી હોવાની ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર સામે નિશાન સાધતાં કહ્યું કે, જો રાજ્યમાં રોકાણ વધ્યૂ હોય તો દેવું ના વધે, આજે રાજ્યનું દેવું 2 લાખ 30 હજાર કરોડે પહોંચ્યું છે.

મોદી મોડલ નિષ્ફળ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ નરેન્દ્ર મોદી સામે પણ નિશાન તાક્યું. તેમણે કહ્યું કે, ઓદ્યોગિક મૂડી રોકાણ વધી ગયું હોય એવા દેખાવની વાતો થઇ રહી છે. ગુજરાતના મોદી મોડલની વિકાસની વાતો થઇ રહી છે. પરંતુ એ પોકળ છે. હું ગુજરાત મોડેલ એટલા માટે નથી કહેતો કે, ગુજરાત મોડેલ ક્યારેય નિષ્ફળ ન જઇ શકે, ગુજરાતીઓ ક્યારેય નિષ્ફળ જઇ શકે નહીં. પણ આ નિષ્ફળતા મોદી મોડલની છે.

2 લાખ 30 હજાર કરોડનું દેવું

મૂડી રોકાણ અને વિકાસના દાવા સામે સવાલ ઉભા કરતાં ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, જો ગુજરાતમાં મૂડી રોકાણ થયું હોય તો વેલ્યૂ એડિશન પણ થયું હોત, અને વેલ્યૂ એડીશન થાય તો દેવું ના વધે. આ સંજોગોમાં દેવું 2.30 લાખ કરોડ થયું છે. એ બતાવે છે કે આ વાઇબ્રન્ટ ગુજરાતએ ગુજરાતની સવા છ કરોડની પ્રજાના હિત માટે નથી. રોજગારી ઇચ્છતા યુવાનો માટે નથી. ગુજરાતના ઉપભોગતતાઓ માટે નથી. ગ્રાહકોના હિતમાં નથી પરંતુ આ વાઇબ્રન્ટ કેટલાક મૂડી કર્તાઓની મૂડી વધારવા માટે છે. લીલાલહેર કરાવવા છે.

સાચુ મેઇક ઇન ઇન્ડિયા નહીં

મેઇક ઇન ઇન્ડિયા અંગે તેમણે કહ્યું કે, દેશમાં મેઇક ઇન ઇન્ડિયાની મોટી વાતો કરાઇ રહી છે. પરંતુ ઉદ્યોગ માટે પુરતુ યોગ્ય વાતાવરણ પુરૂ પડાતું નથી. ગુજરાત અને ગુજરાતીઓ માટે ઉદ્યોગોની ફાયનાન્સની એ સવલતો આપવી જોઇએ, ભૂતકાળની કોંગ્રેસના શાસનમાં જીઆઇઆઇસી. જીઆઇડીસી, જીએસએફસી અને અન્ય ઉભા કરી ઉદ્યોગોને મહત્વ અપાતું હતું.

ચાઇના માટે બેવડી નીતિ

ચાઇનાને લઇને સરકાર દ્વારા બેવડું ધોરણ રખાતું હોવાનો આરોપ લગાવતાં ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી એમ કહે કે ચાઇનીઝ પ્રોડક્ટનો બોયકોટ કરો. અને બીજી બાજુ અધિકારી એવું કહે કે, ભારત ચાઇના વચ્ચે વેપાર વધે. હદ તો એ વાતની છે કે દેશમાં સૌથી મોટા સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યૂ બનાવવા માટે પણ ચાઇના મોકલ્યું છે એ પણ દુખદ બાબત છે.
First published: January 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर