રાજ્ય સરકાર પગાર અને પેન્શન પેટે દર મહિને રૂ.૪૦૦૦ કરોડ ચૂકવે છે: નીતિન પટેલ 

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓના પગાર અને પેન્શન પેટે પ્રતિમાસ રૂ.૪૦૦૦ કરોડથી વધુ રકમની ચુકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.

News18 Gujarati
Updated: July 24, 2019, 4:11 PM IST
રાજ્ય સરકાર પગાર અને પેન્શન પેટે દર મહિને રૂ.૪૦૦૦ કરોડ ચૂકવે છે: નીતિન પટેલ 
નીતિન પટેલની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 24, 2019, 4:11 PM IST
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિનભાઇ પટેલે નાણા વિભાગની રૂ.૫૮૦૭૪ ની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતાં ઉમેર્યુ કે, આ વર્ષનું અંદાજપત્ર રૂ.૨,૦૪,૮૧૫ કરોડનું છે તેમાં ૨૮૫ કરોડની એકંદર પુરાંત તથા રૂ.૨૮૭૪ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઇ છે જેમાં વિકાસલક્ષી ખર્ચ ૫૫ % ની ફાળવણી માત્ર સામાજીક સેવાઓ માટે કરાઇ છે. રાજ્યનું દેવુ નિયમાનુસારની મર્યાદામાં રહેવા પામ્યુ છે.

રાજ્ય સરકારની નીતિના પરિણામે જી.એસ.ડી.પી.ની સાપેક્ષમાં દેવાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતુ રહ્યું છે. રાજ્ય સરકારે દેવાની ચુકવણીમાં ક્યારેય ચુક કરી નથી. રાજ્ય સરકારના નાણાકીય શિસ્તના પરિણામે દેવુ, રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન તથા જાહેર દેવા પર વ્યાજની ચુકવણી સામે મહેસૂલી આવકનું પ્રમાણ સારી રીતે જળવાઇ રહ્યું છે.

મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવા પરનું વ્યાજ વર્ષ ૨૦૦૪-૦૫ માં ૨૬.૮૨ % જેટલુ ઉંચુ હતુ તે વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૨.૬૨ % જેટલુ નીચુ અંદાજવામાં આવ્યુ છે રાજ્યનું દેવુ વર્ષ ૨૦૦૪-૦૫ માં ૨૮.૪૫ % હતુ તે ઘટીને આ વર્ષે વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૫.૬૯ % જેટલુ અંદાજવામાં આવ્યુ છે.

રાજ્ય સરકારના ૧૪ જેટલા વિભાગોની ૨૫૫ થી વધુ યોજનાઓ ડી.બી. પોર્ટલ પર મુકાઇ છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં ૩ કરોડથી વધુ લાભાર્થીઓને રૂ.૫૫૯૧ કરોડથી વધુ રકમ તેમના બેંકના ખાતામાં ડી.બી.ટી. થી જમા કરી દેવાઇ છે. જેના લીધે રૂ.૧૦૮ કરોડની બચત થઇ છે. કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં અટલ પેન્શન યોજના હેઠળ ૬,૭૯,૦૫૪, પ્રધાનમંત્રી સુરક્ષા યોજનામાં ૬૧,૦૫,૦૩૬, પ્રધાનમંત્રી જીવન જ્યોતી વિમા યોજનામાં ૨૫,૬૫,૪૩૨ લાભાર્થીઓની નોંધણી કરી દેવાઇ છે. પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ૧,૩૭,૩૧,૧૮૧ ખાતા ખોલીને રૂ.૪૧૭૪ કરોડની રકમ જમા કરાઇ છે.

પટેલે ઉમેર્યુ કે, જી.એસ.ટી. ના કાયદાના અમલ બાદ નોંધાયેલ કરદાતાઓ પૈકી સરેરાશ ૯૧ % જેટલા કરદાતાઓએ રીટર્ન ભર્યુ છે, જેમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યુ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં ૧.૪૦ કરોડ રીટર્ન ફાઇલ થયું છે. રાજ્ય સરકારે તા.૦૫.૧૦.૨૦૧૮ પેટ્રોલ, ડીઝલમાં વેટના ટેક્ષ દર ૨૦ % હતો તેમાં ૩ % ઘટાડો કરીને ૧૭ % ટેક્ષ કરાયો છે. એ નાના વેપારીઓ માટે પણ રજીસ્ટ્રેશનની ટર્નઓવરની મર્યાદા ૨૦ લાખથી વધારી ૪૦ લાખ કરાઇ છે.

એ જ રીતે રાજ્યમાં ૬.૭૮ કરોડ ઇ-વે બીલ જનરેટ કરાયા છે. અને આંતરરાષ્ટ્રીય ઇ-વે બીલ જનરેશનમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. જી.એસ.ટી. દ્વારા અન્વેષણ કામગીરી સંદર્ભે બોગસ બીલીંગ દ્વારા થતી વેરા શાખની ગેરકાયદેસર તબદીલીના અનેક કેસો શોધીને રૂ.૪૦૮૭ કરોડના ખોટા વ્યવહારો સંદર્ભે આજ સુધી ૨૬ વ્યક્તિઓની ધરપકડ કરી છે. મોબાઇલ સ્ક્વોડ દ્વારા પણ ૩૩,૮૬,૦૦૦ ઇ-વે બીલની ચકાસણી કરાઇ છે.
Loading...

તેમણે ઉમેર્યુ કે, તમામ જિલ્લા તિજોરી કચેરીઓ દ્વારા ઓનલાઇન ઇ-પેમેન્ટથી ચુકવણુ થાય છે. રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓના પગાર અને પેન્શન પેટે પ્રતિમાસ રૂ.૪૦૦૦ કરોડથી વધુ રકમની ચુકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્યના ૪.૫ લાખ પેન્શનરોને પણ રૂ.૧૭૫૫૮ કરોડ પેન્શનના લાભો ચુકવી દેવાયા છે. પેન્શનરો ઘરે બેઠા જીવનપ્રાણ પોર્ટલ પર હયાતીની ખરાઇ કરી શકે છે.

રાજ્યના ૬૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ-ગણવેશ સહાયની ચુકવણી સીધી તેમના ખાતામાં જમા કરાવવા માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ સાથે જોડી દેવાયા છે. એ જ રીતે રાજ્યની મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ઓડીટ પણ રાજ્યની લોકલ ફંડની કચેરીઓ દ્વારા સમયાનુસાર કરવામાં આવે છે.

વીમા કચેરીઓ દ્વારા ગુજરાત સામૂહિક જુથ અકસ્માત વીમા યોજના હેઠળ ૪ કરોડથી પણ વધુ લાભાર્થીઓને આવરી લેવાયા છે. જેનુ તમામ પ્રીમીયમ રાજ્ય સરકાર ભરે છે. ખેડૂત ખાતેદારોને પણ મૃત્યુ વીમા સહાય રૂ.૨ લાખ કરી છે, જે હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ માં ૨૩૭ કેસોમાં રૂ.૩.૫૯ કરોડની સહાય ચુકવી દેવાઇ છે.
First published: July 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...