ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલીનો સ્નેહવિદાય સમારોહ યોજાયો

News18 Gujarati
Updated: July 13, 2019, 11:03 PM IST
ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલીનો સ્નેહવિદાય સમારોહ યોજાયો
ફાઈલ ફોટો

રાજયપાલ ઓ.પી. કોહલીને રાજય સરકાર તરફથી અમદાવાદમાં ભાવભર્યું સ્નેહવિદાય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આપવામાં આવી.

  • Share this:
ગુજરાતના રાજયપાલપદે કાર્યકાળ પૂર્ણ કરી વિદાય લઈ રહેલા રાજયપાલ ઓ.પી. કોહલીને રાજય સરકાર તરફથી અમદાવાદમાં ભાવભર્યું સ્નેહવિદાય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આપવામાં આવી.

રાજયપાલને મુખ્યમંત્રીએ સ્મૃતિભેટ અને શાલ પ્રદાન કરી સન્માનિત કર્યાં હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે રાજયપાલને તેમના કાર્યકાળ દરમિયાન રાજય સરકારનું વિવિધ સ્તરે તેમજ યોજનાઓમાં સતત પ્રેરણા-માર્ગદર્શન મળતું રહ્યુ તે માટે હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે રાજયપાલ સાથે પોતાના રાજયસભાના સહયોગી સાંસદ તેમજ છાત્રકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજયપાલે એક સાચા પ્રશાસક-સંવેદનશીલ શાસક ભાવથી સૌનું પ્રેરણા-માર્ગદર્શન કરીને બંધારણીયવડા તરીકેની ગરીમા ઉજાળી છે. એટલું જ નહીં પિતૃ વત્સલ ભાવ દાખવી ને અમારું માર્ગ દર્શન કર્યું છે.

રાજયપાલે સન્માન પ્રત્યુતરમાં ભાવવાહી થતા કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓની સહજતા, સૌ સાથે મળી પરસ્પર સહયોગ-સહકાર તેમજ વૈષ્ણવજનની નિસ્પૃહ ભાવનાથી વિકાસમાં સદાય અગ્રેસર રહેવાની ભાવના વિશ્વમાં ગુજરાતીને ઝળકાવે છે. કોહલીએ રાજય મંત્રીમંડળ, વિપક્ષ, તેમજ રાજય સરકારના વિભાગોના વડાઓ સૌનો પોતાને મળેલા સહયોગ અંગેનો ઋણસ્વીકાર કર્યો હતો.

રાજયપાલે પોતાના કાર્યકાળ દરમિયાન રાજયના બહુધા જિલ્લાઓની મુલાકાત લઈ સામાન્ય જન સાથે પણ આત્મિયતાનો નાતો પ્રસ્થાપિત કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રારંભમાં મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે સૌને આવકાર્યાં હતા. લેડી ગવર્નરનું અંજલિબહેન રૂપાણીએ સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ રાજયપાલને વડનગરનું તોરણ અને સરદાર સાહેબની પ્રતિમા ભેટ કરી હતી.
Loading...

વિપક્ષના નેતાપરેશભાઈ ધાનાણીએ પણ રાજયપાલને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજય સરકારના વરિષ્ઠ સચિવો-અધિકારીઓ જોડાયા હતા.
First published: July 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...