21 સનદી અધિકારીઓની બદલી, અમદાવાદ મનપા કમિશનર તરીકે વિજય નહેરાની નિમણૂક

Ashish Goyal
Updated: July 12, 2018, 9:50 PM IST
21 સનદી અધિકારીઓની બદલી, અમદાવાદ મનપા કમિશનર તરીકે વિજય નહેરાની નિમણૂક
Ashish Goyal
Updated: July 12, 2018, 9:50 PM IST
રાજ્ય સરકારે વરિષ્ઠ આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો છે. આ બદલીઓમાં સૌથી મહત્વની બદલી અમદાવાદ શહેર માટે જોઈએ તો મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની જગ્યાએ અમદાવાદમાં કલેક્ટર રહી ચૂકેલા આઇએએસ અધિકારી વિજય નહેરાને મૂકવામાં આવ્યા છે. જ્યારે વડોદરા કલેક્ટર તરીકે મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અજય ભાદુને મૂકવામાં આવ્યા છે. નેહરા વિદેશમાં તાલીમ પામીને પાછા આવતાં તેમને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

વડોદરા મ્યુનિ. કમિશનર વિનોદ રાવને ખસેડીને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ સાથેના ખટરાગના કારણે રાવને ખસેડવામાં આવ્યા હોવાની ચર્ચા સચિવાલયમાં સાંભળવા મળી હતી.

અન્ય વરિષ્ઠ અધિકારીઓની બદલીઓમાં ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. એસ. ડાગુરને ભરૂચ ખાતેની જીએનએફસીમાં એમડી તરીકે મુકાયા છે. જીએનએફસીના એમડી તરીકે કાર્યરત ડો. રાજીવ કુમાર ગુપ્તાને ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે.

રાજ્યમાં IASની બદલીની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જોઇન્ટ MD ડો. ટી નટરાજનને તે જ જગ્યાએ નિમણૂક અપાઇ છે, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ અરવિંદ અગ્રવાલની નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ એસ ડાગુરની જીએનએઉસી (ગુજરાત નર્મદા ફર્ટીલાઇઝર કંપની)ના એમડી તરીકે નિમણૂક અપાઇ છે.

આ સિવાય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના એમડી સૂજીત ગુલાટીને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લીના એમડી તરીકે અને ગુજરાત ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લીના એમડી આનંદ મોહન તિવારીને ગૃહવિભાગના નવા અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક અપાઇ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંગને સામાન્ય વહીવટ વિભાગમાં બદલી અપાઇ છે. તો શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવ ગુપ્તાની વન અને પર્યાવરણ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

પંચાયત વિભાગના અગ્રસચિવ રાજ ગોપાલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સમાં તો બંદર અને ટ્રાન્સ પોર્ટના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રીની શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી કરાઇ છે. કોટેજ એન્ડ રુરલ ઇન્ડસ્ટ્રીઝના કમિશનર એ કે રાકેશની પંચાયત વિભાગના અગ્રસચિવ તરીકે, શિક્ષણ વિભાગના અગ્રસચિવ સુનયના તોમરની બંદરો અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં બદલી કરાઇ છે.

 
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...