ટેકાનાં ભાવે મગફળીની ખરીદી માટે ગુજરાત સરકારે બનાવ્યો એક્શન પ્લાન

News18 Gujarati
Updated: October 3, 2019, 2:15 PM IST
ટેકાનાં ભાવે મગફળીની ખરીદી માટે ગુજરાત સરકારે બનાવ્યો એક્શન પ્લાન
પ્રતિકાત્મક તસવીર

ગ્રામ સેવકે દસ્તાવેજોનાં કાગળિયાની 100 ટકા ચકાસણી કરીને સહી સિક્કા સાથે પ્રમાણીત કરવાનું રહેશે. 

  • Share this:
હિત્ન્દ્ર બારોટ, ગાંધીનગર : ખેડૂતો (Farmer) પાસેથી મગફળી ખરીદીમાં ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે (Gujarat Government) એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં ઓનલાઇન નોંધણી (Online registration) સમયે ખેડૂતોએ રજુ કરેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. ગ્રામ સેવકે દસ્તાવેજોનાં કાગળિયાની 100 ટકા ચકાસણી કરીને સહી સિક્કા સાથે પ્રમાણીત કરવાનું રહેશે.

જાણો સરકારનો એક્શન પ્લાન

આ સાથે વિસ્તરણ અધિકારીએ દરેક ગામનાં 25 ટકા દસ્તાવેજી કાગળિયાની તપાસ કરવાની રહેશે. વિકાસ અધિકારી અને મામલતદાર 10% ડોક્યુમેન્ટની ચકાસણી કરશે. જો આ ચકાસણીમાં કોઇ ગેરરીતિ જણાશે તો સંબંધિત કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારે ગોઠવી ફ્લાઇંગ સ્કવોડ વ્યવસ્થા જીલ્લા પુરવઠા અધિકારી પુરવઠા ઈન્સટ્રક્ટર સહિતનાં જીલ્લા કક્ષાનાં અધિકારીની ટીમ નાગરિક પુરવઠા નિગમ પણ ક્રોસ ડીસ્ટ્રીક્ટ ટીમ બનાવશે. આ ટીમ કોઈપણ જગ્યાએ કોઇ પણ ડોક્યુમેન્ટની ચકાસણી કરશે.  શંકા જતા મગફળીનો પાકનું વાવેતર થયું છે તે સ્થળની પણ તપાસ કરશે. આગામી સોમવારથી ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવશે.  1 નવેમ્બર સુધીમાં આ દસ્તાવેજની ખરાઇ પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટ: ટેકાના ભાવે મગફળી વેચવાની નોંધણી માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી

આ પણ વાંચો : વાઘ અને આખલાનું માસ્ક પહેરીને આવેલા ચોરો રૂ. 13 કરોડના ઘરેણાં લૂંટી ગયા

મગફળીનો સારો પાક થવાની આશાએ સિંગતેલમાં ભાવ ઘટ્યા
Loading...

સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરી છે. નવરાત્રી પછી મગફળીની નવી સિઝન શરૂ થશે ત્યારે બજારમાં મગફળીની આવક થાય તે પૂર્વે જ સિંગતેલમાં ડબ્બે રૂ. 20 ઘટ્યા હતા. ઘણા લાંબા સમય બાદ સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાતા ગૃહિણીઓએ પણ રાહતનો દમ લીધો છે. મહત્વનું છે કે ખેડૂતોને મગફળી વેચાણની નોંધણી શરી થઇ ગઇ છે.
First published: October 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...