Home /News /ahmedabad /પીજો પીજો રે! રૂપાણીના રાજમાં નદીઓ સુકાણી, દારૂની રેલમછેલ

પીજો પીજો રે! રૂપાણીના રાજમાં નદીઓ સુકાણી, દારૂની રેલમછેલ

ગ્રાફિક્સ

કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને બે વર્ષમાં દેશી વિદેશી દારૂ અને વેચાણના કરવામાં આવેલા કેસો, પકડાયેલા આરોપીઓ અને પકડવામાં બાકી આરોપીઓની સંખ્યા અંગે પ્રશ્નપૂછવામાં આવ્યો હતો.

ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં દારૂબંધી છે. કડક દારૂબંધી કરવા માટે સરકારે કડક કાયદાઓ પણ બનાવ્યા છે. પરંતુ દારૂબંધીનો કેટલો અમલ થાય છે એ આપણે છાસવારે આવતા દારૂ અંગેના સમાચારો પરથી સમજી શકીએ છીએ. ગુજરાત વિધાનસભા  કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને બે વર્ષમાંદેશી વિદેશી દારૂ અને વેચાણના કરવામાં આવેલા કેસો, પકડાયેલા આરોપીઓ અને પકડવામાં બાકી આરોપીઓની સંખ્યા અંગે પ્રશ્નપૂછવામાં આવ્યો હતો. જેમાં સરકાર તરફથી  રોજના દેશી દારૂના 181 કેસ અને વિદેશી દારૂના 41 કેસો નોંધાવાની ચોંકાવનારી માહિતી આપી છે.

રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોાવની વાતો કરતી ભાજપ સરકારના રાજ્યમાં રોજના છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશીદારૂ 15,40,454 લિટર, વિદેશી દારૂની 1,2959463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઇ છે. જેની કિંમત 2548082966 થયા છે.

આંકડાકીય માહિતી


ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી જોઇએ તો, રાજ્યમાં બે વર્ષમાં 1,32,415 દેશી દારૂના કેસો, 29,989વિદેશી દારૂના કેસો નોંધાયા છે. એટલે કે દૈનિક 181 કેસો દેશી દારૂના નોંધાય છે, વિદેશી દારૂના દૈનિક 41 કેસો
નોંધાય છે. આ કેસોમાં 1,105 આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી અને 762 આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પકડવાના પણ બાકી છે.

જિલ્લા પ્રમાણે આંકડાની વાત કરીએ તો સૌથી વધારે દેશી દારૂ વેચાણના કેસોમાં સુરતમાં 13661 કેસો સાથે સુરત મોખરે રહ્યું છે. એટલું જ નહીં વિદેશી દારૂ વેચાણના કેસોમાં પણ સુરત 6028 કેસો સાથે ગુજરાતમાં મોખરે છે. આ
ઉપરાંત દારૂના કેસમાં આરોપીઓ પકડવામાં પણ 28,420 સાથે અવલ્લ રહ્યું છે. દેશી દારૂ વેચાણના કેસોમાં અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સુરત પછી વડોદરા 17817 (દેશી અને વિદેશી દારૂ બંને કેસોમાં) બીજા નંબરે રહ્યું છે.
અમદાવાદમાં 10978 કેસો, ભરૂચમાં 10676 કેસો, પંચમહાલમાં 6900 કેસો નોંધાયા છે.

આંકડાકીય માહિતી


વિદેશી દારૂના વેચાણના કેસોમાં સુરત પછી દાહોદમાં 2525 કેસો, ડાંગમાં 2399 કેસો, નવસારીમાં 2231 કેસો અને પંચમહાલમાં 1531 કેસો નોંધાયા છે. દારૂના કેસોમાં આરોપીઓ પકડવામાં સુરત પછી વડોદરામાં 19444,
અમદાવાદમાં 13956, ભરૂચમાં 11814 અને નવસારીમાં 9177 આરોપીઓ પકડાયા છે. આ ઉપરાંત પંચમહાલમાં 370, દાહોદ 300, સુરત 286, બનાસકાંઠા 199 અને ભરૂચમાં 193 આરોપીઓ પકડવાના બાકી છે.
First published:

Tags: કોંગ્રેસ