LRD પેપરલીકઃ બોર્ડના વિદ્યાર્થીએ જાણી લેવી આ વાત, 33 પ્રવૃતિઓ પર પ્રતિબંધ

News18 Gujarati
Updated: January 25, 2019, 7:30 AM IST
LRD પેપરલીકઃ બોર્ડના વિદ્યાર્થીએ જાણી લેવી આ વાત, 33 પ્રવૃતિઓ પર પ્રતિબંધ
News18 Gujarati
Updated: January 25, 2019, 7:30 AM IST
લોકરક્ષક દળના પેપરલીક કાંડથી સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી હતી, થાય પણ કેમ નહીં, લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી ગયું હતું. જો કે તાત્કાલિક ફરી પરીક્ષા યોજી મામલો થાળે પાડવાના પ્રયાસો થયા, આગામી એક-બે મહિનામાં રાજ્યમાં વિવિધ પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે ફરી આવી કોઇ ઘટના ન બને તે માટે રાજ્યમાં પરીક્ષાના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, એટલું જ નહીં જો કોઇ આ નિયમનું પાલન નહીં કરે અથવા તો પેપર લીક કરશે તો તેના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે. આવો જાણીએ શું શું પગલા લેવાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરી પરિક્ષા લક્ષી માર્ગ દર્શિકા જાહેર કરી છે. આ માર્ગ દર્શિકામાં પેપરલીકથી લઇને પરીક્ષાખંડમાં કેવી કેવી તૈયારીઓ અને નિયમો બનાવવામાં આવ્યા છે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ કોપી કરવામાં પાછળ નથી આપણી બોલિવૂડ હસીનાઓ

બોર્ડની માર્ગ દર્શિકા પ્રમાણે જો કોઇ વિદ્યાર્થી પેપર લીક કેસમાં સામેલ હશે તો તેને ત્રણ વર્ષ સુધી પરીક્ષા આપવા દેવામાં નહીં આવે, સાથે જ વોટસ એપ, ઇ મેલ અથવા સોશીયલ મીડિયાના માધ્યમથી પ્રશ્નપત્રની વિગતો અથવા જવાબ બહાર મોકલનાર પરીક્ષાર્થી સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. આ સિવાય મોબાઇલ, સ્માર્ટ વોચ, પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તથા કોઇ બહારની વ્યક્તિ દ્વારા પેપર લીક કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

તો પરીક્ષા પ્રક્રિયા દરમિયાન સ્થળ સંચાલક, સુપરવાઇઝર સામે પણ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. બોર્ડે વિવિધ 33 જેટલી પ્રવૃતીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ તમામ નિયમો આગામી માર્ચ 2019માં યોજાની ધોરણ 10,12ની પરીક્ષાથી લાગુ કરવામાં આવશે.
First published: January 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...