નયા ભારતના નિર્માણની નીંવ સમાન કેન્દ્રીય બજેટ : વિજય રુપાણી

મુખ્યમંત્રીએ કહ્યું - આ અંદાજપત્રમાં મહિલાશકિતની પણ ચિંતા કરી ‘નારી તું નારાયણી’ પ્રોજેકટ તથા ખેડૂતોની આવક બમણી થાય એ દિશાના પ્રયાસોને પણ આવકાર્યા

News18 Gujarati
Updated: July 5, 2019, 7:46 PM IST
નયા ભારતના નિર્માણની નીંવ સમાન કેન્દ્રીય બજેટ : વિજય રુપાણી
નયા ભારતના નિર્માણની નીંવ સમાન કેન્દ્રીય બજેટ : વિજય રુપાણી
News18 Gujarati
Updated: July 5, 2019, 7:46 PM IST
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં રજૂ કરેલા 2019-20ના અંદાજપત્રને નયા ભારતના નિર્માણની નીંવ મુકનારૂં બજેટ ગણાવતા વધાવ્યું હતું. વિજય રૂપાણીએ બજેટ અંગેના પ્રતિભાવો આપતાં કહ્યું કે, દેશના પહેલા મહિલા નાણાં મંત્રી તરીકે નિર્મલાજીએ પ્રસ્તુત કરેલા આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે વધુ નાણાં ફાળવણી, સાથે-સાથે પાણી અને રિન્યુએબલ એનર્જી પર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ આ અંદાજપત્રમાં મહિલાશકિતની પણ ચિંતા કરી ‘નારી તું નારાયણી’ પ્રોજેકટ તથા ખેડૂતોની આવક બમણી થાય એ દિશાના પ્રયાસોને પણ આવકાર્યા છે.

આ પણ વાંચો - ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, અમીર જેટલું કમાશે તેટલો ટેક્સ આપવો પડશે

તેમણે કહ્યું કે, નાણાંના વધુ સ્ત્રોત ઊભા કરવા માટે જે લોકોની આવક વધુ છે તેવા સંપન્ન લોકો વધુ ટેક્ષ-કર આપે એ સિધ્ધાંતના આધાર પર બજેટ પેશ થયું છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં યુવાનોને રોજગારી, સ્ટાર્ટઅપ, ઉચ્ચશિક્ષણને પ્રાધાન્ય આપતું બજેટ ‘‘હર હાથ કો કામ’’એ દિશાનું બજેટ છે.
First published: July 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...