ગુજરાત કેડરના IAS અજય ભાદુની રાષ્ટ્રપતિના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક

News18 Gujarati
Updated: July 20, 2019, 6:37 PM IST
ગુજરાત કેડરના IAS અજય ભાદુની રાષ્ટ્રપતિના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક
IAS અજય ભાદુની રાષ્ટ્રપતિના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક

અજય ભાદુ સનદી અધિકારી તરીકે 20 વર્ષનો અનુભવ ધરાવે છે

  • Share this:
વડોદરા મહાનગર પાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવી રહેલા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણુક કરવામાં આવી છે. ગુજરાત કેડરના 1999ની બેચના આઈએએસ અધિકારી અજય ભાદુ આનંદીબહેન પટેલના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન સીએમઓમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.

અજય ભાદુ આ પહેલા સુરત અને જૂનાગઢમાં મદદનિશ કલેક્ટર, ભરૂચ અને મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા જિલ્લા કલેક્ટર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી જેવા વગેરે પદો ફરજ બજાવી ચૂક્યા છે. તેમને શ્રેષ્ઠ કલેકટર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે.

આ પણ વાંચો - નર્મદામાં પાણી છોડવા મુદ્દે રૂપાણીનો કમલનાથ પર વાર : વિષમ સ્થિતિમાં ગંદુ રાજકારણ ન રમોમૂળ રાજસ્થાનના વતની અજય ભાદુએ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી(જયપુર)માંથી સિવિલ એન્જિનિયરિંગ અને બેંગલોરની નેશનલ લો સ્કૂલ યુનિવર્સિટીમાંથી બિઝનેસ લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. અજય ભાદુ સનદી અધિકારી તરીકે 20 વર્ષનો અનુભવ ધરાવે છે.
First published: July 20, 2019
વધુ વાંચો
अगली ख़बर