LIVE NOW

ગુજરાત પેટાચૂંટણી પરિણામ : ભાજપ કૉંગ્રેસે ત્રણ-ત્રણ બેઠક કબજે કરી, અલ્પેશ અને ધવલસિંહ હાર્યા

વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે તા. 21મી ઓક્ટોબરનાં રોજ મતદાન થયું હતું.

gujarati.news18.com | October 24, 2019, 3:48 PM IST
facebook Twitter Linkedin
Last Updated October 24, 2019
auto-refresh

Highlights

1:38 pm (IST)
Load More
ન્યૂઝ18ગુજરાતી : ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં ગુજરાતમાં કોંગ્રેસ ફરી ચર્ચામાં આવ્યું છે. આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસે રાધનપુર, બાયડ અને થરાદમાં જીત મેળવી છે જ્યારે બીજેપીએ ખેરાલુ, અમરાઇવાડી અને લુણાવાડામાં જીત મેળવી છે. આ પેટાચૂંટણીમાં જેની પર સોની નજર હતી તેવા કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો કારમો પરાજય થયો છે.