TATનાં પ્રશ્નપત્રમાં છબરડાને કારણે બોર્ડે જાહેર કર્યું 11 માર્કનું ગ્રેસિંગ

કેમેસ્ટ્રીનાં પ્રશ્નપત્રમાં 6 પ્રશ્નોનાં જવાબ એવા છે જેમાં એકને બદલે બે જવાબ સાચા છે.

News18 Gujarati
Updated: December 7, 2018, 3:02 PM IST
TATનાં પ્રશ્નપત્રમાં છબરડાને કારણે બોર્ડે જાહેર કર્યું 11 માર્કનું ગ્રેસિંગ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: December 7, 2018, 3:02 PM IST
માધ્યમિક શાળાના શિક્ષકો માટે 28 ઓક્ટોબરનાં રોજ લેવાયેલી TAT(HS)ની પરીક્ષાનાં કેમેસ્ટ્રીનાં પ્રશ્નપત્રમાં છબરડા સામે આવ્યાં છે. જેના કારણે બોર્ડે 11 માર્કનું ગ્રેસિંગ જાહેર કર્યું છે. આ ખુલાસો બોર્ડે જાહેર કરેલી આન્સર સીટમાં થયો હતો. કેમેસ્ટ્રીનાં પ્રશ્નપત્રમાં 6 પ્રશ્નોનાં જવાબ એવા છે જેમાં એકને બદલે બે જવાબ સાચા છે.

સમગ્ર રાજ્યના ચાર મહાનગરોમાં કુલ 474 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 98,156 ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતાં. જો માધ્યમ પ્રમાણે ઉમેદવારો પર નજર કરવામાં આવે તો 96,584 ગુજરાતી માધ્યમના ઉમેદવારો હતા. જ્યારે કે 1174 અંગ્રેજી માધ્યમના અને 398 હિન્દી માધ્યમના ઉમેદવારો પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો:  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું 'હબ' કેમ બનતું જાય છે, ગાંધીનગર ? સોચના પડેગા !

આ છબરડા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, 'આ ગેરરીતિ શિક્ષકોનાં ભવિષ્ય સાથે ચેડા છે. આ છબરડો જોઇને થાય કે જેણે પણ પેપર કાઢ્યું છે તેમાં કોઇ ગંભીરતા નથી. ગેરરીતિ કરનારાઓ સામે તટસ્થ તપાસ થવી જોઇએ.'

આ પણ જુઓ: LRD પેપર લીક: પેપરફોડની ફિલ્મી સ્ટાઇલ ?

નોંધનીય છે કે ગત જુલાઈમાં લેવાયેલી યોગ્ય કસોટી ટાટની પરીક્ષાનું પ્રશ્નપત્ર રદ થયુ હોવાના મુદ્દે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાતી માધ્યમની આખી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તથા મોરબીના રવાપર ગામના ભાવેશ ઉર્ફે ભાયલાલ શાંતીભાઈ સુળીયા સામે અરવલ્લી જિલ્લામાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ટાટની પરીક્ષામાં હિન્દી વિષયના સેટ-5નું પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થયા પહેલા વોટ્સએપ માધ્યમથી વાયરલ થયુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ. મહત્વનું છે કે, દરેક પ્રશ્નપત્રમાં 100 ગુણનો પ્રથમ વિભાગ એક સમાન હોવાથી સારા વિદ્યાર્થીઓને અન્યાય ના થાય તેના માટે સમગ્ર ગુજરાતી માધ્યમની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું પરીક્ષા બોર્ડના અધ્યક્ષે જણાવ્યુ હતું.

 
First published: December 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर