હિમાલયનું નિઃશુલ્ક ભ્રમણ કરવાની રાજ્યના યુવક- યુવતીઓ માટે ઉમદા તક

હિમાલય ભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. જેમાં પોતાનું પુરુ નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત વગેરે દર્શાવવાનું રહેશે.

News18 Gujarati
Updated: August 19, 2019, 7:00 PM IST
હિમાલયનું નિઃશુલ્ક ભ્રમણ કરવાની રાજ્યના યુવક- યુવતીઓ માટે ઉમદા તક
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 19, 2019, 7:00 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા, સાધના ભવન માઉન્ટ આબુ દ્વારા સપ્ટેમ્બર-ઓક્ટોબર 2019માં નિઃશુક્લ હિમાલય ભ્રમણ કાર્યક્રમયોજનાર છે. જેમાં 18થી 45 વર્ષની વય મર્યાદા ધાવતા યુવક યુવતીઓ અરજી કરી શકશે.

સાંસ્કૃતિ પ્રવૃતિ વિભાગના કમિશ્નરના જણાવ્યા પ્રમાણે હિમાલય ભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. જેમાં પોતાનું પુરુ નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત વગેરે દર્શાવવાનું રહેશે. આ ઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખળો, વાલીની સંમતી, ચઢાણનોકોચિંગ કોર્ષ કર્યાનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છે.

ઉપરાંત માઉન્ટ આબુ, જુનાગઢખાતે માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેની વિગતો દર્શાવવાની રહેશે. સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા. 31-8-2019 સુધીમાં આચાર્ય, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, માઉન્ટ આબુ, 307501ને આર.પી.એ.ડી.થી મોકલી આપવાની રહેશે.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, 8 મજૂરોને રેસ્ક્યૂ કરાયા

ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલા ઉમેદવારોને તેમના વતનની હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવા આવવાના પ્રવાસ ખર્ચ ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલા ઉમેદાવરને જાણ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.
First published: August 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...