સરકારી કર્મચારીઓને જન્માષ્ટમીની ભેટ: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો

News18 Gujarati
Updated: September 1, 2018, 7:06 PM IST
સરકારી કર્મચારીઓને જન્માષ્ટમીની ભેટ:  મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો
ગુજરાત ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ

. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને ૧ જાન્યુઆરી 2018થી ૨% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

  • Share this:
તહેવારોના સમયમાં સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને ૧ જાન્યુઆરી 2018થી ૨% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આ મોંઘવારી ભથ્થુ સપ્ટેમ્બર-૨૦૧૮ ના પગાર સાથે ચુકવવામાં આવશે. આ મોંઘવારી ભત્થાના વધારાથી રાજ્ય સરકારને રૂ.૬૮૦ કરોડનો વધારાનો વાર્ષિક બોજ પડશે.

નીતિન પટેલે જણાવ્યુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે આ નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારના ૧,૮૫,૫૭૫, પંચાયત વિભાગના ૨,૦૮,૭૭૧ અને ૪,૨૬,૪૧૮ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૮,૨૦,૭૬૪ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તેના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને જન્માષ્ટમી તથા આગામી તહેવારોને ધ્યાને લઇને, તા.૦૧.૦૧.૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થું રોકડમાં આપવાનો નિર્ણય કર્યો છે.
First published: September 1, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...