Home /News /ahmedabad /Gandhinagar: જાણીતા ગઝલકાર મનહર ઉધાસ સહિત ગુજરાતના નામાંકીત કલાકારો ભાજપમાં જોડાયા

Gandhinagar: જાણીતા ગઝલકાર મનહર ઉધાસ સહિત ગુજરાતના નામાંકીત કલાકારો ભાજપમાં જોડાયા

આ કાર્યક્રમમાં મનહર ઉઘાસનું નવુ આલ્બમ સોંગ આસમાનનું લોન્ચિંગ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આજે મારુ સદભાગ્ય છે કે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તક મળી. એક કલાકાર તરીકે જે કાંઇ સારા કાર્યો દેશની જનતાની સેવામાં કરી શકુ તે માટે પુરતા પ્રયાસ  કરીશ-  મનહર ઉઘાસ

ગુજરાત વિઘાન સભાની ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારઘારાની પ્રેરાઇ જુદી-જુદી રાજકીય પાર્ટી તેમજ સામાજીક આગેવાનો, નાગરિકો પણ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઇ રહ્યા છે ત્યારે આજે ગાંઘીનગર (Gandhinagar) પ્રદેશ કાર્યાલય કમલમ (Kamalam)ખાતે જાણીતા ગઝલકાર અને પ્લેબેક સિંગર મનહર ઉધાસ (Manhar udhas) સહિત ગુજરાતના નામાંકીત કલાકારો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

આ કાર્યક્રમમાં મનહર ઉધાસનું નવુ આલ્બમ સોંગ આસમાનનું લોન્ચિંગ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય સંગીતજગતના કલાકારોમાં મૌલિક મહેતા, સુનિલ વિસરાની, સોનક વ્યાસ, આશિષ ક્રુપાલા, મોસમ મહેતા, મલ્ખા મહેતા, પાયલ શાહ, કાર્તિક દવે સહિતના કલાકારો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.



આ કાર્યક્રમમાં  મનહરભાઇ ઉધાસે જણાવ્યું કે, આજે મારુ સદભાગ્ય છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તક મળી. એક કલાકાર તરીકે જે કાંઇ સારા કાર્યો દેશની જનતાની સેવામાં કરી શકુ તે માટે પ્રયાસ  કરીશ. આજે ખૂબ માન સન્માન સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું તેથી આજનો દિવસ મારા માટે સુવર્ણ માનું છું. ગુજરાતી હોવાનો મને ગર્વ છે. દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના સાશનમાં અમને પાર્ટીમાં જોડાવાની તક મળી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Assembly elections, CR Patil, Gujarat BJP, Gujarati news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો