ક્યાંથી, કેવી રીતે અને કોની પાસેથી મેળવ્યું હતું પેપર? જાણો આખો ઘટનાક્રમ

લોકરક્ષક દળની પરીક્ષા લીક મામલે ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વપૂર્ણ ખુલાસા કર્યા

News18 Gujarati
Updated: December 5, 2018, 7:33 AM IST
ક્યાંથી, કેવી રીતે અને કોની પાસેથી મેળવ્યું હતું પેપર? જાણો આખો ઘટનાક્રમ
લોકરક્ષક દળની પરીક્ષા લીક મામલે ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વપૂર્ણ ખુલાસા કર્યા
News18 Gujarati
Updated: December 5, 2018, 7:33 AM IST
લોકરક્ષક દળની પરીક્ષા લીક મામલે ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. મયુર ચાવડાએ કહ્યું હતું કે આ કેસનો મુખ્ય આરોપી અરવલ્લીનો પ્રતિક પટેલ છે. આ કેસમાં દિલ્હીના એક ગેંગની સંડોવણી પણ બહાર આવી છે. આમ આ મામલે અત્યાર સુધી કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીનગર SP મયુર ચાવડાએ પેપર લીક મામલે અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલી માહિતી મીડિયા સમક્ષ આપતા કહ્યું કે, અત્યાર સુધીમાં આઠ લોકોની અટકાયત કરવામાં આવી છે. જે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, તેમના વિરુદ્ધ સ્પષ્ટ પુરાવા હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમની પુછપરછ દરમ્યાન કેટલીક માહિતી સામે આવલી છે.

પરિક્ષાર્થીઓએ કેવી રીતે પેપર મેળવ્યું

એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે, પરિક્ષાર્થીઓ તથા આ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા લોકો 29 નવેમ્બરે પોતાના અલગ-અલગ ચાર વ્હીકલમાં બેસી નાના ચીલોડા ભેગા થયા હતા. અહીંથી આ તમામ ચાર ગાડી ગુડગાવ માટે રવાના થાય છે. ગુડગાવ પહોંચી પરિક્ષાર્થીઓને લેવા દિલ્હીની એક ગેંગ આવે છે. દિલ્હીની ગેંગ પોતાની ચાર ગાડી લઈને આવે છે. પરિક્ષાર્થીઓની ચાર ગાડી ગુડગાવમાં જ મુકી દેવામાં આવે છે, અને પોતાની ગાડીઓમાં તેમને દિલ્હી લઈ જવામાં આવે છે. દિલ્હી પહોંચી પાંચ પાંચના ગ્રુપમાં આ પરિક્ષાર્થીઓ અલગ-અલગ થાય છે, જેમને અલગ-અલગ જગ્યા પર લઈ જવામાં આવે છે. દિલ્હીની ગેંગ દ્વારા તેમને પેપર, તેની આન્સરશીટ આપવામાં આવે છે. ત્યારબાદ બે કલાક બાદ ફરી દિલ્હીની એક જગ્યા પર ચાર ગાડીઓ ભેગી થાય છે અને પરિક્ષાર્થીઓને બેસાડી ફરી ગુડગાવ છોડી દે છે. તમામ પરિક્ષાર્થીઓ 30 તારીખે રાત્રે નીકળી ગુજરાત પરત આવે છે.

 

પૈસાની લેતી-દેતીની ડીલ કેવી રીતે કરાઈ હતી
Loading...

પોલીસે જણાવ્યા અનુસાર, પરિક્ષાર્થીઓને દિલ્હીમાં પેપર અને આન્સર શીટ આપવામાં આવી હતી, તેમની પાસેથી દિલ્હીની ગેંગે પાંચ પાંચ લાખના કોરા ચેક લીધા હતા, અને કહ્યું હતું કે, પેપરમાં આજ પ્રશ્નો પુછવામાં આવે, એટલેકે આ પેપર સાચુ નીકળે તો, આ ચેક પ્રમાણે ખાતામાં પૈસા રાખવાના, જેથી ચેક ક્લીયર કરી શકાય. મતલબ કે પેપર આપ્યા બાદ પેપર સાચુ નીકળે તો પાંચ લાખની ચુકવણી કરવાની.

પોલીસને શંકા, પહેલા પણ દિલ્હીની ગેંગ પેપર લીક કરી ચુકી છે
એસપીએ પ્રેસકોન્ફરન્સમાં ખુલાસો કરતા કહ્યું કે, એક આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ લોકો દિલ્હીમાં તેમની સાથે હિન્દીમાં વાત કરતા હતા. તેમાં વિદ્યાર્થીઓને પેપર વાંચવામાં થોડો વધારે સમય લાગતા, ગેંગના એક સભ્યએ કહ્યું હતું કે, અમે બીજા રાજ્યોના પેપર ફોડીએ છીએ, પરંતુ તમારી જેમ તે પરિક્ષાર્થીઓ વાંચવામાં આટલો સમય નથી લેતા. તેનો મતલબ એ થાય છે કે, દિલ્હીની ગેંગ અન્ય રાજ્યની પરિક્ષાઓના પેપર પણ ફોડતી હશે, સાથે ગુજરાતમાં આ પહેલા લેવામાં આવેલી પરિક્ષાઓના પેપર પણ ફોડી ચુકી હોવાની સંભાવના છે.

પોલીસે કેટલીક માહિતી ગુપ્ત રાખી
પોલીસે મીડિયા દ્વારા પુછવામાં આવેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું હતું, પોલીસે જણાવ્યું કે, હજુ દિલ્હીની ગેંગ સિવાય અન્ય લોકો પણ આમાં સંડોવાયેલા છે, જેમના નામનો હાલ પુરાવાના અભાવે ખુલાસો અમે નહી કરી શકીએ. તથા કેટલીક પુછપરછ અને તપાસ ચાલી રહી છે, જેની માહિતી ગુપ્ત રાખવાની હોવાથી મીડિયાને આ મુદ્દે આમે નહી જણાવી શકીએ. તેનો મતલબ એ થાય છે કે, હજુ પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે.

પરિક્ષાર્થીઓના મોબાઈલ અને પરિક્ષાના કોલ લેટર કબ્જે કરાયા હતા
પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે, જે લોકો ચાર ગાડીમાં પેપર લેવા માટે ગયા હતા, તે તમામ લોકોને નાના ચિલોડા પાસે ભેગા કરી, નીલેશ નામના વ્યક્તિએ તેમની પાસેથી મોબાઈલ અને પરિક્ષાના કોલ લેટર કબ્જે કરી લીધા હતા. તેનો મતલબ સ્પષ્ટ છે કે, પેપર કાંડનું પહેલાથી જ ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

એક પરિક્ષાર્થી નાના ચિલોડાથી પાછો ફરી ગયો હતો
પોલીસે જણાવ્યું કે, ઉત્તમ સિંહ ભાટી નામનો પરિક્ષાર્થી પણ આ લોકો સાથે દિલ્હી જવા માટે નાના ચિલોડા પહોંચ્યો હતો, તે સમયે યશપાલ સિંહ પણ સાથે હતો. ઉત્તમ સિંહ ભાટી તબીયત સારી ન હોવાના કારમે દિલ્હી ગયો ન હતો, પરંતુ અન્ય લોકો દિલ્હી જઈ આવ્યાબાદ તે લોકોએ તેને પેપર અને આન્સરશીટ આપી હતી.

પોલીસ કરી રહી છે વધુ તપાસ
પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીની પુછપરછમાં આટલી માહિતી બહાર આવી છે, અન્ય માહિતી તપાસને આગળ વધારવા માટે ગુપ્ત રાખવી પડે તેમ છે, જેથી આપી શકાઈ નથી. દિલ્હીની ગેંગ સુધી પહોંચવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
First published: December 4, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...