Gandhinagar Serial Killer: પુરાવા નાશ કરવા મર્ડર કર્યા પછી કપડા સળગાવી દેતો

News18 Gujarati
Updated: October 5, 2019, 2:32 PM IST
Gandhinagar Serial Killer: પુરાવા નાશ કરવા મર્ડર કર્યા પછી કપડા સળગાવી દેતો
સિરીયલ કિલરનો સ્કેચ તૈયાર કરાયો હતો

આરોપી મદદ નાયક આ પહેલા ચોરાના ગુનામાં જેલ જઇ આવેલો હતો અને જેલમાંથી તે શીખ્યો કે, ગુનો કર્યા પછી જો કપડા સળગાવી દેવામાં આવે તો, પુરાવાનો નાશ થઇ જાય છે

  • Share this:
નવીન ઝા, અમદાવાદ:  થોડા દિવસો પહેલા જ ગાંધીનગરમાં ચાર હત્યાના ગુનામાં પકડાયેલા સિરિયલ કિલરની પુછપરછ બાદ એક પછી એક રહસ્યો ખુલી રહ્યા છે. આ કેસની તપાસ ક્રાઇમ ઇન્વસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID-crime) કરી રહી છે.

પોલીસે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, સિરિયલ કિલર મર્ડર અને લૂંટના ગુનામાં સંડોવાયેલો હતો અને લૂંટના ઇરાદાથી તે હત્યા કરતો હતો. આરોપી મદદ નાયક મૂળ રાજસ્થાનનો રહેવાસી છે પણ વર્ષોથી અમદાવાદમાં રહે છે.

“મદદ નાયક મદદ નાયક અમદાવાદના સરખેજ વિસ્તારમાં દુકાન ભાડે રાખી નાની હોટેલ ચલાવતો હતો પણ તેની ઇચ્છા એક વેપારી બનવાની હતી અને આ માટે તેને પૈસાની જરૂર હતી. તેને દુકાન ખરીદવા માટે પૈસાની જરૂરી હતી. આથી, તે ગુનેગારીના રસ્તે વળ્યો અને લૂંટ કરવાની શરૂઆત કરી અને જો, લૂંટ કરતી વખતે કોઇ સામે પડે, તો તેની હત્યા કરી નાંખતો,” તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું.

પોલીસે વધુમાં જણાવ્યું કે, આરોપી મદદ નાયક આ પહેલા ચોરાના ગુનામાં જેલ જઇ આવેલો હતો અને જેલમાંથી તે શીખ્યો કે, ગુનો કર્યા પછી જો કપડા સળગાવી દેવામાં આવે તો, પુરાવાનો નાશ થઇ જાય છે અને એ રીતે પોતે પોલીસથી બચી શકે એમ છે. એટલા માટે, તેણે જ્યારે-જ્યારે ગુનો કર્યો તે પછી તેણે પહેરેલા કપડા સળગાવી દીધા હતા.

પોલીસ તપાસમાં એ પણ હકીકત બહાર આવી કે, આરોપી ગુનો કર્યા પછી પોલીસથી બચવા માટે ચારથી પાંચ મોબાઇલ સિમકાર્ડ રાખતો હતો.

પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, આ સિમકાર્ડ તેણે પોતાના નામે ખરીદ્યા હતા કે, પછી બીજી કોઇ વ્યક્તિના નામે લીધા હતા.
Loading...



મહત્વની વાત એ છે કે, મદદ નાયકે ચાર હત્યાઓ કરતા પહેલા, અમદાવાદના સોલા વિસ્તારમાં એક એક્સિસ બાઇકની લૂંટ કરી હતી અને આ બાઇકની મદદથી તે હત્યાને અંજામ આપતો હતો. આ લૂંટ મામલે સોલા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શુ હતી સમગ્ર ઘટના?

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં થોડા મહિનાઓ પહેલા સતત ત્રણ હત્યાઓથી પોલીસ ચોંકી ઉઠી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ખૂબ જહેમત હાથ ધરી હતી. આરોપી પકડાય અથવા તેની ઓળખ થાય તે માટે પોલીસે ઇનામની જાહેરાત પણ કરી હતી.

લૂંટનો માલ ખરીદનાર વેપારીની પણ હત્યા કરી

પોલીસની તપાસમાં એક ચોંકાવનારી હકીકત બહાર આવી કે, આરોપી મદદ નાયક, લૂંટની વસ્તુઓ જે વેપારીને વેચતો હતો, તે વેપારની પણ તેણે હત્યા કરી નાખી હતી. આરોપી ટીવી ચેનલ પર આવતી સીઆઇડી ક્રાઇમ સિરિયલ જોઇ હત્યા કરવાનું શીખ્યો હતો. આ સિવાય, આરોપી નર્મદા કેનાલ પાસે ફાયરિંગ કરવાની પ્રેક્ટિસ કરતો હતો.

 

 
First published: October 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...