'અધિકારીઓના ત્રાસથી કાબૂ ગુમાવી બેઠો છું,' IBમાં ફરજ બજાવતા PSI ગુમ

"હું મારી દીકરીનો પણ ગુનેગાર છું કેમકે હું એવા સમયે તેને છોડી જાવ છું કે જ્યારે તેને મારા હાથની જરૂર છે. દીકરી તારા આ બાપને માફ કરજે."

News18 Gujarati
Updated: September 27, 2018, 1:55 PM IST
'અધિકારીઓના ત્રાસથી કાબૂ ગુમાવી બેઠો છું,' IBમાં ફરજ બજાવતા PSI ગુમ
અનિલ પરમાર
News18 Gujarati
Updated: September 27, 2018, 1:55 PM IST
ગાંધીનગરઃ ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)માં ફરજ બજાવતા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિલ પરમાર રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. પીએસઆઈએ પોતાના પરિવારને ઉદેશીને લખેલા પત્રમાં લખ્યું છે કે, તેઓ ઉપરી અધિકારીઓના ત્રાસને કારણે ઘર ઘર છોડીને ભાગી રહ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

નોંધનીય છે કે પોલીસ ખાતામાં કામ કરી રહેલા કર્મીઓમાં માનસિક ટ્રેસનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. ગત અઠવાડિયે જ વડોદરા ખાતે એક પીએસઆઈએ ડાયરીમાં નોંધ લખીને આપઘાત કરી લીધો હતો. ડાયરીમાં નોંધ પ્રમાણે પીએસઆઈએ કામના ભારણને કારણે આપઘાત કરી લીધો છે. ગુમ થનારા પીએસઆઈ અનિલ પરમાર મંગળવારે નોકરી પર જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા.

આ પણ વાંચોઃ  'માફ કરજો, મારાથી PSIની નોકરી નહીં થાય,' પીએસઆઈનો ગોળી મારી આપઘાત

અનિલ પરમારે લખેલો પત્ર

હું આ ખાતામાં આવ્યો ત્યારથી જોવું છું કે જેના ગોડફાધર હોય છે. તે લોકો ગમે તે કરે તેને કાંઇ નહીં, અને મારા જેવા કે જેનો કોઇ હાથ પકનાર ન હોય તેને સામાન્ય વાતમાં પણ મોટી સજા. કીડીને કોશનો ડામ આ ક્યાંનો ન્યાય? ઉપરી અધિકારીઓ તેમને આપેલ સત્તાનો દુરપયોગ કરે છે. અને કોઇની જિંદગી બરબાદ કરી નાંખે છે. જેમ કે મારી જિંદગી સવાણી સાહેબ તથા હરિક્રૃષ્ણ પટેલ સાહેબે કરી નાંખી. મને વાત વાતમાં નિયમો બતાવી ધમકાવવામાં આવતો.

ન્યાય કરનારા જ અન્યાય કરે તો હું ક્યાં જાવ?
Loading...

અમારા એ.સી.આઈ. નિતાબેન દેસાઈ સાહેબે પણ મને માનસિક ટોર્ચર કરવાની એક પણ તક જતી નથી કરી. કેમ કે ડીવાયએસપી જુલી કોઠીયા તેમની બેચ મેટ અને મિત્ર છે. ઓફીસમાં બધા જીન્સ પહેરી આવે તે ચાલે પણ હું પહેરુ તો મને નિયમો બતાવી ધમકાવવામાં આવતો. જાણે કે મારા એકલા માટે જ નિયમો બન્યા હોય અને કહે કે તમે ઓફીસ ટાઈમથી ત્રણ મિનિટ વહેલા નીકળી ગયા. આશા હું શું કરું આવું બધું સહન કરી કરી હવે હું થાકી ગયો છું. મને લાગતું મને ન્યાય મળશે પણ ન્યાય કરનાર જ અન્યાય કરે તો હું ક્યા જાવ.

દીકરી તારા બાપને માફ કરજે

મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ ખોટી અરજી કરનારાઓ સામે કાર્યવાહી કરી ન્યાય અપાવજો. આશા હું તને અધવચ્ચે છોડીને જાવ છું મને માફ કરે જ ને મારી કાળજાના કટકા જેવી દીકરી માહીનું ધ્યાન રાખજે. હું મારી દીકરીનો પણ ગુનેગાર છું કેમકે હું એવા સમયે તેને છોડી જાવ છું કે જ્યારે તેને મારા હાથની જરૂર છે. દીકરી તારા આ બાપને માફ કરજે. આશા મને ખબર છે કે તું એકલી હોઈશ તો તું આ આઘાત સહન નહીં કરી શકે. એટલે મેં જુનાગઢથી રાજેશભાઈને કામના બહાને બોલાવ્યા છે.

મોટાભાઈ, ભાભી માફ કરજો

હું કાઈ કાયર નથી પણ આ બધા અધિકારીઓએ મને એટલો હેરાન કર્યો છે કે હું મારા ઉપરનો કાબૂ ગુમાવી બેઠો છું. હું મારી દીકરીના સમ ખાયને કહું છું કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. ઉપરના બધા આક્ષેપો ખોટા ને ઉપજાવી કાઢેલા છે. જેમ મરનાર ખોટું ના બોલે તેમ હું પણ સાચું કહું છું. મારા બધા પરીવારજનો મારા બાબતે દુઃખી ન થતા. ધ્યાન રાખજો. સમર્થ તું ભણવામાં ધ્યાન રાખજે. મોટો થઈ પોલીસ ખાતા સિવાય ગમે તે નોકરી કર જે. મારા મોટાભાઈ, ભાભી હું તમારો ગુન્હેગાર છું મને માફ કરજો.

 હું કાયર નથી

રાજુ તને મારી અરજ છે કે મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ મારી સામે ખોટી અરજી કરનાર કરશન જોગલ, ગોવિંદ સોલંકી તથા રામ મોડેદરા આ બધા સામે  કાયદેસર કાર્યવાહી કરી મને ન્યાય અપાવવાની કોશિષ કરજે. રાજુ મારી ખાતાકીય તપાસની ફાઈલમાં એક ચીઠી છે તે જો જે ને મને ન્યાય મળે તેવું કરજે. હું ફરી કહું છું કે હું કાયર નથી પણ આ લોકો વચ્ચે રહી મારે નોકરી કરવાની છે ને મને તેવો ક્યાક ને ક્યાક ફસાવતા જ જશે. હું શું કરું હું પણ મારા મિત્ર ASI શ્રી જાડેજાની જેમ નોકરી કરી શકું તેમ નથી. મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો. આશા માહિનું ધ્યાન રાખજે. અલવિદા.
First published: September 27, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...