શિક્ષકો, ચાલો સોગંદનામું કરો : તમે આ ગુનામાં સંડોવાયેલા તો નથી'ને ?

News18 Gujarati
Updated: October 12, 2018, 3:43 PM IST
શિક્ષકો, ચાલો સોગંદનામું કરો : તમે આ ગુનામાં સંડોવાયેલા તો નથી'ને ?
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 12, 2018, 3:43 PM IST
રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે એક નવો ફતવો બહાર પાડ્યો છે. જેમાં સ્કૂલ સેફ્ટીને લઇને વિવાદાસ્પદ પરિપત્ર બહાર પાડ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડ્યા પછી નવો વિવાદ ઊભો થયો છે. પરિપત્રને લઇને કોંગ્રેસે પણ ભાજપ સરકાર ઉપર બરોબર પ્રહારો કર્યા હતા.

રાજ્યના શિક્ષણ વિભાગે સ્કૂલ સેફ્ટીને લઇને પરિપત્ર બહાર પાડ્યો છે. રાજ્યની તમામ ખાનગી અને પ્રાથમિક શાળાના શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે શિક્ષકોને 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

શિક્ષકો જાતિય ગુના, પોસ્કો અને બાળકો ઉપરના અત્યાચારના હિંસક ગુનાઓમાં દોષિત નથી તેવું સોગંદનામું કરવા આદેશ કરવામાં આવ્યો છે. ખોટું સોગંદનામું કરનાર સામે પગલાં લેવાશે.

સરકાર દ્વારા બહાર પાડેલા પરિપત્ર બાદ કોગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. પરિપત્ર અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, સ્કૂલ સેફ્ટીના નામે સરકાર શિક્ષકોના સ્વમાન ઉપર ઘા કર્યો છે. ભાજપના પદાધિકારીઓ પાસેથી બાહેધરી લેવી જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો પાસેથી બાહેધરી લેવી જોઇએ. જો ભાજપ બાહેધરી આપે તો નલિયાકાંડ જેવી ઘટનાઓ પણ અટકે. દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પોતાની નીતિ અને નિયત સાફ રાખવી જોઇએ.

 
First published: October 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...