દહિયાની કથિત પત્નીએ કહ્યું, 'DNA તપાસ થવી જ જોઇએ, હું મારા છેલ્લા શ્વાસ સુધી લડતી રહીશ'

News18 Gujarati
Updated: August 23, 2019, 12:19 PM IST
દહિયાની કથિત પત્નીએ કહ્યું, 'DNA તપાસ થવી જ જોઇએ, હું મારા છેલ્લા શ્વાસ સુધી લડતી રહીશ'
દિલ્હીની મહિલાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

પલટવારમાં આજે દિલ્હીની મહિલાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું તે મારા દસ્તાવેજોની તપાસ થાય એટલે હકીકત સામે આવે.

  • Share this:
મયૂર માંકડિયા, અમદાવાદ : સસ્પેન્ડ એએસઆઈ ગૌરવ દહિયા અને તેની દિલ્હીની કથિત પત્નીનો મામલો ઘણો જ વિવાદાસ્પદ બની રહ્યો છે. તેમાં રોજેરોજ નવાં નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. ત્યારે ગઇકાલે ગૌરવ દહિયાએ મહિલાએ તેની પાસે 20 કરોડ રૂપિયા માંગ્યા અને તે ડીએનએ કરાવવા તૈયાર છે તે નિવેદન આપ્યું હતું. તેના પલટવારમાં આજે દિલ્હીની મહિલાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું કે ગૌરવ ડીએનએ કરાવવા તૈયાર છે તે ઘણાં જ સારા સમાચાર છે.

આ ઉપરાંત દિલ્હીની મહિલાએ વિસ્તૃતમાં વાત કરતા જણાવ્યું કે, 'જો ગૌરવ હોસ્પિટલ અને લગ્નનાં દસ્તાવેજો પર સવાલો ઉઠાવે છે તો હું ડીએનએ માટે તૈયાર છું. મારી બાળકીનું ડીએનએ કરાવો. લગ્નનાં ફોટો તો તેણે જ મને મેસેન્જરમાં મોકલ્યાં છે અને લખ્યું છે કે આને સેફ રાખ જ્યાં સુધી મારા છૂટાછેડા નથી થઇ જતા. તેની બધી જ ચેટ મારી પાસે છે. જો તે કહે છે તે પ્રમાણે ઘણો સાચ્ચો માણસ છે તો પોલીસને પોતાની તપાસ કરવા દે. કેમ તે હાઇકોર્ટનાં ચક્કર કાપી રહ્યો છે.'

 

વોટ્સએપમાં થયેલી ચેટ


આ ઉપરાંત તેણે વ્યથા ઠાલવતા કહ્યું કે, 'ગૌરવને એમ છે કે ગુજરાતમાં આ મામલાની તપાસ ન થાય અને દિલ્હીમાં થાય. તેથી તે કંઇ કરીને પણ આ તપાસ રોકી દેશે તો હું તેને જણાવવા માંગુ છું કે હું મારા છેલ્લા શ્વાસ સુધી આ લડાઇ લડવા તૈયાર છું. દિલ્હીમાં પણ મારે હાઇઅથોરિટીને મળવું પડશે તો હું મળીશ કોઇ જ કસર નહીં છોડું.'

વોટ્સએપમાં થયેલી ચેટ

Loading...

મહિલાએ આગળ જણાવ્યું કે,'અમારા લગ્નની તસવીરોની પણ ફોરેન્સિક તપાસ થવી જોઇએ. તે કહી રહ્યો છે કે તે ડીએનએ તપાસ માટે તૈયાર છે તો હું આ સાંભળીને ઘણી જ ખુશ છું. તો હવે ડીએનએ તપાસ થવી જ જોઇએ.

વોટ્સએપમાં થયેલી ચેટ


તેણે કાલે કહ્યું કે હું તેની પાસે 20 કરોડ રૂપિયા માંગું છું. હું જ્યારે 6 મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેણે અને તેના પિતાએ મારા પર ઘણું જ દબાણ કર્યું હતું કે હું તેને છોડી દઉં. તેણે મને એમ પણ કહ્યું હતું કે મારી પહેલી પત્ની મને ડિવોર્સ નથી આપતી તું પણ મને ડિવોર્સ નથી આપતી, બંન્નેમાંથી એક જણ મને છોડે તો કંઇ થાય. તે બાદ તેણે મને સામેથી રુપિયા આપવાની વાત કરી હતી. તેને મેં કહ્યું હતું કે તું જે ત્રીજી છોકરીની સાથે છે તેની સાથે મારા બાળકને તમે બંન્ને પાળજો તો હું તને છોડવા તૈયાર છું. બાકી મારે તારા કોઇ પૈસા જોઇતા નથી. જો તું એવું કરે તો હું એ છોકરીને મારી પાસે જે પણ જમાપૂંજી છે તે આપવા તૈયાર છું. ત્યારે મેં તેન 20 નહીં તેનાથી વધારે રૂપિયાની માંગ કરી હતી. પરંતુ તેણે એ મેસેજની ઉપર નીચેનાં કોઇ જ મેસેજ બતાવ્યાં નહીં હોય, મેં તેને કહ્યું હતું કે તું મને કેટલાય રૂપિયા આપીશ હું તને નહીં છોડું.'

વોટ્સએપમાં થયેલી ચેટ


તપાસ અંગે સંતોષ દર્શાવતા તેણે કહ્યું છે કે, 'મુખ્યમંત્રી દ્વારા જે સમિતી બનાવવામાં આવી છે તેનાથી હું 100 ટકા સંતુષ્ટ છું. તેના કારણે જ તેને સસ્પેન્ડ કરી દીધો છે. હવે તેની પાસેનાં પુરાવા અને મારી પાસેનાં પુરાવાની તપાસ થવી જોઇએ તેવી માંગ કરૂં છું.'
First published: August 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...