Breaking News: 'વાયુ' વાવાઝોડું ફરી ગુજરાતના કચ્છ તરફ ફંટાવાની સંભાવના

ચક્રવાતી તોફાન ગુજરાતના પોરબંદર અને દ્વારકામાં પણ મોટી અસર વર્તાવી શકે છે. અગામી 48 કલાક દરમ્યાન તે પશ્ચિમ તરફ ફંટાય તેવી શક્યતા

News18 Gujarati
Updated: June 14, 2019, 9:28 PM IST
Breaking News: 'વાયુ' વાવાઝોડું ફરી ગુજરાતના કચ્છ તરફ ફંટાવાની સંભાવના
વાયુ વાવાઝોડુ ફરી કચ્છ તરફ ફંટાય તેવી સંભાવના
News18 Gujarati
Updated: June 14, 2019, 9:28 PM IST
ચક્રવાતી તોફાન વાયુ દિશા બદલી ગુજરાતના કચ્છમાં પહોંચી શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, શનિવારે પહોંચે તેવી શક્યતા છે. ચક્રવાતી તોફાન ગુજરાતના પોરબંદર અને દ્વારકામાં પણ મોટી અસર વર્તાવી શકે છે. અગામી 48 કલાક દરમ્યાન તે પશ્ચિમ તરફ ફંટાય તેવી શક્યતા છે.

ત્યારબાદ તે ઉત્તર-પૂર્વ તરફ અને ફરીથી વધી શકે છે. આને લઈ ગુજરાત રાજ્ય તંત્ર એલર્ટ પર છે. જોકે, ગુરૂવારે સવારે રાહતના સમાચાર આવ્યા હતા કે, વાયુની અસર પૂરા રાજ્ય પર નહીં પરંતુ દરીયાકાંઠા વિસ્તાર પર જોવા મળી શકે છે. કોઈ પણ અનહોનીનો સામનો કરવા માટે NDRF ની 52, SDRF ની 9, SRPની 14 કંપનીઓ તૈનાત છે. કેન્દ્ર સરકાર પણ રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે.

24 કલાક ખુબ મહત્વના - ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચક્રવાતી તોફાન વાયુ પર થયેલી બેઠકમાં કહ્યું હતું કે, હવામાન વિભાગની જાણકારી અનુસાર, ગુજરાત પર ખતરો બનીને મંડરાઈ રહેલું ચક્રવાત હવે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. પરંતુ, તો પણ અગામી 24 કલાક ગુજરાત માટે મહત્વના રહેશે. આ દરમ્યાન સ્થાનીક તંત્ર અને એનડીઆરએફની ટીમો હાઈ એલર્ટ મોડ પર રહેશે. પ્રભાવિત 10 જીલ્લાની તમામ સ્કૂલો, કોલેજો શુક્રવારે પણ બંધ રહેશે.

ટ્રેનો થઈ રદ્દ - ચક્રવાતી તોફાન વાયુના ચાલતા 7 મેન-લાઈન ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. આ સિવાય 5 ટ્રેનો અલ્પાવધિ માટે આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. ચક્રવાતી ચોફાન વાયુ ગુજરાતના દ્વારકા તરફ આગળ વધી રહ્યું છે. તોફાન વાયુની પોરબંદર અને તેની આસપાસના વિસ્તારમાં અસર જોવા મળી રહી છે.

ચોમાસા પર પણ અસર - આ સિવાય ચક્રવાતી તોફાન વાયુના કારણે ગોવામાં પણ ચોમાસુ આવવામાં મોડુ થઈ રહ્યું છે. હવામાન વિભાગના અધિકારી અનુસાર, ચક્રવાત ગોવાને પાર કરી ચુક્યું છે, અને ગુજરાતના પોરબંદર તરફ છે. દીવ, સોમનાથ, જૂનાગઢ અને દ્વારકાના વિસ્તારો પ્રભાવિત થવાની સંભાવના છે. ગોવામાં આ પહેલા 12થી 15 જૂન વચ્ચે ચોમાસાની દસ્તક થવાની આશા છે પરંતુ, તોફાન વાયુના કારણે તેમાં મોડુ થશે.
First published: June 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...