ગુજરાત રાજ્યસભા ચૂંટણી, ECના નોટિફિકેશન સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કોંગ્રેસ

ગુજરાતમાં આગામી 5 જુલાઈએ રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે

News18 Gujarati
Updated: June 17, 2019, 10:11 PM IST
ગુજરાત રાજ્યસભા ચૂંટણી, ECના નોટિફિકેશન સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કોંગ્રેસ
ગુજરાત રાજ્યસભા ચૂંટણી, ECના જાહેરનામા સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કોંગ્રેસ
News18 Gujarati
Updated: June 17, 2019, 10:11 PM IST
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણી જીતી જતા ગુજરાતમાં આગામી 5 જુલાઈએ રાજ્યસભાની બંને બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ ખાલી બેઠકો પર ધારાસભ્યોની સંખ્યાના બળને જોતા બંને પક્ષને એક એક બેઠક મળે તેમ હતી. જોકે, ચૂંટણી પંચના જાહેરનામા મુજબ બંને બેઠકો પર અલગ અલગ મતદાન થવાનું હોવાથી બંને બેઠકો ભાજપ જીતે તેવી વકી છે. બીજી તરફ કોંગ્રેસ પર આ મુદ્દે લડતના મૂડમાં છે. કોંગ્રેસે આ ચૂંટણીના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચે બહાર પાડેલા ગેરબંધારણીય જાહેરનામા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અમે ગુજરાતમાં બંધારણ અને લોકશાહીને બચાવવા માટે લડીશું. અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ બંધારણ અને આપણી લોકશાહીની હત્યા થતી અટકાવશે.

આ પણ વાંચો - જે પી નડ્ડા બન્યા બીજેપીના કાર્યકારી અધ્યક્ષ

ચૂંટણી પંચની અધિસૂચના પ્રમાણે અમિત શાહને લોકસભા ચૂંટણી જીતવાનું પ્રમાણપત્ર 23 મે ના રોજ મળી ગયું હતું. જ્યારે સ્મૃતિ ઇરાનીને પ્રમાણપત્ર 24 મે ના રોજ મળ્યું હતું. આમ બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર થયું હતું. આ આધારે પંચે રાજ્યની બંને સીટોને અલગ-અલગ માની છે. જોકે ચૂંટણી એક જ દિવસે થશે.
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...