PMની જેમ CM પણ કરશે 'મનની મોકળાશ' અંતર્ગત લોકો સાથે વાત
News18 Gujarati Updated: August 6, 2019, 8:51 AM IST

સીએમ વિજય રૂપાણીની ફાઇલ તસવીર
7 ઓગષ્ટે સી.એમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નેતૃત્વને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
- News18 Gujarati
- Last Updated: August 6, 2019, 8:51 AM IST
હિતેન્દ્ર બારોટ, ગીતા મહેતા : રાજ્ય સરાકરને 7મી ઓગસ્ટે ત્રણ વર્ષ પૂર્ણ થશે તેની ઉજવણીનાં ભાગરૂપે અનેક કાર્યક્રમોની ઉજવણી થશે. ત્યારે સીએમ વિજય રૂપાણી પીએમ નરેન્દ્ર મોદીની જેમ જ 'મન કી બાત' કરશે. સીએમ વિજય રૂપાણી 'મનની મોકળાશ' કાર્યક્રમ યોજશે જેમાં તેઓ ગુજરાતની જનતા સાથે વાત કરશે.
આગામી 7 ઓગષ્ટથી મુખ્યમંત્રી 'મનની મોકળાશ' કાર્યક્રમની શરૂઆત કરશે. સૌ પ્રથમ ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમ મુખ્યમંત્રી કરશે. 7 ઓગષ્ટે સી.એમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નેતૃત્વને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને અનુલક્ષીને મહાત્મા મંદિર ખાતે ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : મારી પેશન-ઇન્ટેન્સિટી પાછળ ‘સળગતા સૂરજમુખી’ પુસ્તકની મુખ્ય ભૂમિકા: મેવાણીરાજ્ય સરકાર દ્નારા તેમની ત્રીજી વરસગાંઠે પાંચ સંકલ્પોની જાહેરાત કરાશે
(1) રાજ્યમાં જે વિદ્યાર્થીઓ પીએચડી કરે છે તેમને દર મહિને 15000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. સરકાર બે વર્ષ માટે પ્રત્યેક વિદ્યાર્થી માટે બે લાખની સહાય કરશે. પ્રથમ તબક્કામાં 1000 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે.
(2)ધોરણ-10 અને ધોરણ-12 પછીના ત્રણ લાખ વિદ્યાર્થીઓને 1000 રૂપિયાના ટોકન દરથી ફોર-જી એનેબલ્ડ નમો ઇ-ટેબ આપવામાં આવશે. (3) રાજ્યના કૃષિ સેક્ટરમાં ખેડૂતોને સાધન સહાય આપવામાં આવશે.
(4) રૂફટોપ સોલાર વીજળી માટે સબસીડી દ્વારા બે લાખ સરકારી તેમજ પ્રાઇવેટ ઇમારતોની છત પર રૂફટોપ પેનલ્સ અપાશે
(5) શહેરી વિસ્તારના સ્લમ્સમાં પીપીપી મોડ થી ખાનગી જગ્યામાં આવાસ નિર્માણ માટેની નીતિ બનાવવામાં આવશે, જેથી ઘર વિહોણાંને પોતાનું ઘર મળે અને બાકીની જગ્યા ડેવલપર્સ કોમર્શિયલ રીતે વાપરી શકશે. આ નીતિ હેઠળ 10 એકર જમીન હોય તો પાંચ એકરમાં બાંધકામ કરાશે.
આગામી 7 ઓગષ્ટથી મુખ્યમંત્રી 'મનની મોકળાશ' કાર્યક્રમની શરૂઆત કરશે. સૌ પ્રથમ ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમ મુખ્યમંત્રી કરશે. 7 ઓગષ્ટે સી.એમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નેતૃત્વને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને અનુલક્ષીને મહાત્મા મંદિર ખાતે ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : મારી પેશન-ઇન્ટેન્સિટી પાછળ ‘સળગતા સૂરજમુખી’ પુસ્તકની મુખ્ય ભૂમિકા: મેવાણીરાજ્ય સરકાર દ્નારા તેમની ત્રીજી વરસગાંઠે પાંચ સંકલ્પોની જાહેરાત કરાશે
(1) રાજ્યમાં જે વિદ્યાર્થીઓ પીએચડી કરે છે તેમને દર મહિને 15000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. સરકાર બે વર્ષ માટે પ્રત્યેક વિદ્યાર્થી માટે બે લાખની સહાય કરશે. પ્રથમ તબક્કામાં 1000 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે.
(2)ધોરણ-10 અને ધોરણ-12 પછીના ત્રણ લાખ વિદ્યાર્થીઓને 1000 રૂપિયાના ટોકન દરથી ફોર-જી એનેબલ્ડ નમો ઇ-ટેબ આપવામાં આવશે.
Loading...