CMએ શહેરોમાં બ્રિજ, સ્ટ્રીટ લાઇટ વગેરે માટે 596 કરોડ ફાળવ્યા

રાજ્યમાં માળખાકીય વિકાસ કામો માટે 596.34 કરોડની ગ્રાન્ટ ફાળવવાની મઁજૂરી આપી છે.

News18 Gujarati
Updated: February 28, 2019, 4:05 PM IST
CMએ શહેરોમાં બ્રિજ, સ્ટ્રીટ લાઇટ વગેરે માટે 596 કરોડ ફાળવ્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 28, 2019, 4:05 PM IST
ગાંધીનગર:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 18 નગર પાલિકાઓ અને રાજકોટ સૂરત વડોદરા ભાવનગર તેમજ જૂનાગઢ અને ગાંધીનગર મહાનગર પાલિકાઓને પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર યોજના, રેલવે ઓવર બ્રિજ, અન્ડર બ્રિજ, ટ્રાફિક સિગ્નલ, નગર બ્યુટિફિકેશન, રોડ અને સ્ટ્રીટ લાઈટના માળખાકીય વિકાસ કામો માટે 596.34 કરોડની ગ્રાન્ટ ફાળવવાની મઁજૂરી આપી છે.

આ અંતર્ગત પાણી પુરવઠા ના કામો માટે 153.11 કરોડ, રેલવે ઓવર બ્રિજ અંડર બ્રિજ કામો માટે 62.23 કરોડ ભૂગર્ભ ગટર યોજના માટે344.36 કરોડ આગવી ઓળખ ના કામો અને બ્યુટિફિકેશન કામો માટે8.56 કરોડ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ કામો માટે8.58 કરોડ તેમજ ટ્રાફિક સિગ્નલ અને ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર માટે 19.50 કરોડ ફાળવવામાં આવશે.

આ દરમિયાન, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવની સ્થિતિ સંદર્ભે જણાવ્યું કે, 'હાલ સફાઇ અભિયાન ચાલી રહ્યું છે.

આતંકીઓને સાફ કરવામાં આવી રહ્યાં છે. હાલ આ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આપણે એક મહાસત્તાની જેમ સ્વાભિમાન પૂર્વક જવાબ આપી રહ્યાં છે. '

તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર પ્રહારો કરતાં કહ્યું કે, 'કેટલાક લોકો મત બેંકની રાજનીતિ કરતા હતાં. તેઓ લોકોને વોટનું મશીન સમજતા હતાં.
First published: February 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...