Home /News /ahmedabad /Vande Bharat Train Ticket: જાણો વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી મુંબઈ જવા માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે

Vande Bharat Train Ticket: જાણો વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી મુંબઈ જવા માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે

વંદે ભારત એક્સપ્રેસ માટેની વડાપ્રધાન મોદીની ટિકિટ.

Vande Bharat Train Ticket: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ગાંધીનગરથી મુંબઈ જતી હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યુ હતુ. ત્યારે દરેક વ્યક્તિને તેમાં મુસાફરી કરવાનો ઉત્સાહ છે. તો જાણી લો આ રહ્યા ટિકિટના ભાવ.

  અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ગાંધીનગરથી મુંબઈ જતી હાઇસ્પીડ રેલ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યું છે. ત્યારે તમે બધા એ જાણવા માટે ઉત્સુક હશો જ કે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે કેટલો ચાર્જ થશે. તો IRCTCની વેબસાઇટ પ્રમાણે ગાંધીનગરથી મુંબઈ જવા માટે ચેર કારનો ભાવ 1440 રૂપિયા છે. જ્યારે એક્ઝિક્યૂટિવ ચેર કારનો ભાવ 2650 રૂપિયા છે. મહત્ત્વનું છે કે, આ ટ્રેનમાં મુસાફરોને અત્યાધુનિક સુવિધા આપવામાં આવશે.

  વંદે ભારત ટ્રેનના ભાવ


  - ચેર કારઃ 1440 રૂપિયા
  - એક્ઝિક્યૂટિવ ચેર કારઃ 2650 રૂપિયા

  આ પણ વાંચોઃ મુંબઈ જવું છે તો વંદે ભારત, તેજસ કે શતાબ્દીમાંથી કઈ ટ્રેનમાં જશો? 

  વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધા


  GSM અથવા GPRS
  - ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર
  - સીસીટીવી કેમેરા
  - પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટર
  - વેક્યૂમ બાયોટોયલેટ્સ
  - સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
  - 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
  - વાઇફાઈની સુવિધા
  - દિવ્યાંગ માટે વિશેષ ટોયલેટ્સ

  આ પણ વાંચોઃ ગાંધીનગરથી મુંબઈ વચ્ચે શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ; આટલા હશે સ્ટોપેજ

  ‘KAVACH’ ટેક્નિકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન


  ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.


  ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ


  આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Indian railways, Train ticket, Vande Bharat Express

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन