અમિત શાહ - સ્મૃતિ ઈરાનીની જીતથી રાજ્યસભાની 2 બેઠકો પડશે ખાલી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી તથા સ્મૃતિ ઈરાની અમેઠીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યાં છે.

News18 Gujarati
Updated: May 24, 2019, 9:08 AM IST
અમિત શાહ - સ્મૃતિ ઈરાનીની જીતથી રાજ્યસભાની 2 બેઠકો પડશે ખાલી
ગુજરાતમાં રાજ્યસભામા બે બેઠકો ખાલી પડી છે.
News18 Gujarati
Updated: May 24, 2019, 9:08 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્ય સહિત આખા દેશમાં બીજેપીનું કમળ ખીલ્યું છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી તથા સ્મૃતિ ઈરાની અમેઠીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યાં છે. અમિત શાહ અને સ્મૃતિ ઇરાની બંન્ને અત્યારે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. જેના કારણે ગુજરાતમાં રાજ્યસભામા બે બેઠકો ખાલી પડી છે.

આ બંને નેતાઓ લોકસભાની ચૂંટણી જીતી ગયા હોવાથી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવું પડશે. ગત વખતે રાજ્યસભાની એક બેઠક માટે ચૂંટણી રાખવામાં આવી હતી જેમાં અહેમદ પટેલ વિજેતા બન્યાં હતાં.

આ પણ વાંચો : દેશના 17 રાજ્યોમાં કોંગ્રેસને બિગ ઝીરો મળ્યો છે - અમિત શાહ

બંને બેઠકો ઉપર એક સાથે ચૂંટણી યોજાઇ તો વિધાનસભામાં કોંગ્રેસના હાલના સંખ્યાબળને જોતાં ભાજપ એક બેઠક ગુમાવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

આ પણ વાંચો : હજુ કોંગ્રેસને લાગી શકે છે બે ફટકા, બે રાજ્યો પણ ગુમાવે તેવી આશંકા

પેટાચૂંટણી બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 103 થયું છે જ્યારે કોંગ્રેસ 72 ધારાસભ્યો ધરાવે છે. આવી સ્થિતિમાં ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતા તેમના રાજીનામાથી ભાજપના ધારાસભ્યો ઘટીને ફરીથી 99 થશે. મહત્ત્વનું છે કે, કોંગ્રેસના સાથી એવા બીટીપીના 2 અને એનસીપીના એક ધારાસભ્ય છે.
First published: May 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...