બાબા સાહેબ આંબેડકર કોઈ એક નેતાની જાગીર નથીઃ પૂનમ મહાજન

News18 Gujarati
Updated: April 14, 2018, 11:24 AM IST
બાબા સાહેબ આંબેડકર કોઈ એક નેતાની જાગીર નથીઃ પૂનમ મહાજન
News18 Gujarati
Updated: April 14, 2018, 11:24 AM IST
ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેમજ બીજેપીના સાંસદ પૂનમ મહાજન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે અમાદવાદ ખાતે ડો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના સેમિનારમા હાજરી આપી હતી. આ દરમિયાન પૂનમ મહાજને મીડિયા સાથે વાતચીત કરતા દલિત નેતા તેમજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર નિશાન સાધ્યું હતું.

બાબા સાહેબ કોઈ એક નેતાની જાગીર નથીઃ પૂનમ મહાજન

પૂનમ મહાજને જીગ્નેશ મેવાણી પર નિશાન સાધતા કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર કોઈ એક વ્યક્તિ કે નેતાની જાગીર નથી. તેઓ આખા ભારત દેશની તાકાત છે. કોઈની ધમકીથી કંઇ ફરક નહીં પડે. અમે બધા યુવાનો સાથે મળીને બાબા સાહેબને પુષ્પાંજલિ આપીશું. બાબા સાહેબ પર જેટલો હક તેમનો છે એટલો જ અમારો છે.

નોંધનીય છે કે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ 14મી એપ્રિલના રોજ એટલે કે ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિએ બીજેપી નેતાઓનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. મેવાણીએ જાહેરાત કરી હતી કે જે બીજેપી નેતા આજના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવા આવે તેમનો કાળા વાવટા બતાવી શાંતિપૂર્વક વિરોધ કરવો.

ઉન્નાવ-કઠુઆ રેપ મામલે આપી પ્રતિક્રિયા

ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકીની રેપ બાદ હત્યાના બનાવ પર નિવેદન આપતા સાંસદ પૂનમ મહાજને કહ્યું હતું કે, 'બળાત્કાર એ બળાત્કાર છે. તેને કોઈ ધર્મ કે સમાજમાં વિભાજીત ન કરી શકાય. પોલીસે પોતાનું કામ કરવું જોઈએ. જે લોકો દોષી છે તેમને કડક સજા થવી જોઈએ.' આ બંને કેસમાં પૂનમ મહાજને સરકારથી કોઈ ભૂલ થઈ હોવાનો ઇન્કાર કર્યો હતો.
First published: April 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर