અમીબેનના નામ પર ભડકો, મહિલા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

News18 Gujarati
Updated: March 12, 2018, 5:14 PM IST
અમીબેનના નામ પર ભડકો, મહિલા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
અમી યાજ્ઞિક (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: March 12, 2018, 5:14 PM IST
સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની ચૂંટણી માટે આજે ગાંધીનગર ખાતે ભાજપ અનો કોંગ્રેસના ઉમેવાદર ચૂંટણી ફોર્મ ભર્યું છે. ભાજપમાંથી મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલા જ્યારે કોંગ્રેસમાંથી નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક ઉમેદવારી નોંધાવશે. રાજ્યસભાના ખાલી પડેલી બેઠક માટે આગામી 23મી માર્ચના રોજ ચૂંટણી યોજાશે. આ માટેની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા 23મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી.

અમીબેન સામે વિરોધ

રાજ્યસભા માટે કોંગ્રેસના ઉમેદવારના નામ જાહેર થતાની સાથે કોંગ્રેસે કાર્યકરોના રોષનો સામનો કરવો પડ્યો છે. રવિવારે અમીબેનનું નામ જાહેર થયા બાદ આજે મહિલા કોંગ્રેસ સંગઠન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે કહ્યું હતું કે અમીબેનની પસંદગી યોગ્ય નથી. આ માટે તેમણે મહિલા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.

ગુજરાતની ચાર બેઠક માટે ચૂંટણી

2 એપ્રિલ 2018ના રોજ ગુજરાતના ચાર સાંસદોની ટર્મ પુરી થઈ રહી છે. આ ચાર સાંસદોમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા અને શંકર વેગડનો સમાવેશ થાય છે. શંકર વેગડને બાદ કરતા બીજેપીના તમામ ત્રણેય સાંસદ રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે. અરુણ જેટલી આ વખતે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં 99 બેઠક મેળવતા આ વખતે ભાજપ અને કોંગ્રેસને રાજ્યસભાની 2-2 બેઠક ફાલે આવી છે. જેમાં કોંગ્રેસ તરફથી રવિવારે અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોણ છે અમીબેન યાજ્ઞિક?

અમીબેન યાજ્ઞિક આજે પોતાની ઉમેદવાર નોંધાવશે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારની યાદીમાં અમીબેન યાજ્ઞિકનો પણ સમાવેશ થાય છે. તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને હાઈકોર્ટના જાણીતા વકીલ પણ છે. અમીબેન યાજ્ઞિક કોંગ્રેસની મહિલા પાંખમાં પણ સતત સક્રિય રહ્યાં છે.
Loading...

કોણ છે નારણ રાઠવા?

નારણ રાઠવા ફરી રાજ્યસભામાં આવવા પોતાની ઉમેદવારી નોંધાવશે. તેઓ યુપીએ સરકારમાં રેલવે રાજ્ય પ્રધાન રહી ચુક્યા છે. છોટા ઉદેપુરના સાંસદ રહી ચુકેલા નારણ રાઠવા 2009માં રામસિંહ રાઠવા સામે હાર્યા હતા. નારાયણ રાઠવા કોંગ્રેસનો દિગ્ગજ આદિવાસી ચહેરો ગણાય છે.

વાંચોઃ રાજ્યસભા ઈલેક્શન: બીજેપીએ 18, કોંગ્રેસે 10 અને જેડીયૂએ 2 ઉમેદવાર કર્યા જાહેર
First published: March 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर