કોંગ્રેસે પ્રિયંકા ગાંધી સાથે નહીં ખેડૂતો સાથે ઉભા રહેવું જોઇએ : ભરત પંડ્યા

કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે , 'તેમને સમજણ નથી કે કયા મુદ્દે ધરણા કરવા જોઇએ.'

News18 Gujarati
Updated: July 20, 2019, 3:47 PM IST
કોંગ્રેસે પ્રિયંકા ગાંધી સાથે નહીં ખેડૂતો સાથે ઉભા રહેવું જોઇએ : ભરત પંડ્યા
ભરત પંડ્યાની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 20, 2019, 3:47 PM IST
સંજય જોષી, ગાંધીનગર : યુપીના સોનભદ્ર કાંડની મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધીની ગઇકાલે અટકાયત કરવામાં આવી હતી. જેના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ તથા પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાનાં નેતૃત્વમાં કોચરબ આશ્રમ પર ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કોંગ્રેસનાં અમીત ચાવડા, મનીશ દોષી સહિત અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. આ અંગે ગુજરાત ભાજપનાં પ્રવક્તા ભરત પંડ્યાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે , 'તેમને સમજણ નથી કે કયા મુદ્દે ધરણા કરવા જોઇએ.'

'કોંગ્રેસે ખેડૂતો સાથે રહેવની જરૂર છે'

ગુજરાત ભાજપ પ્રવક્તાએ આગળ જણાવતા કહ્યું હતું કે, 'કોંગ્રેસ સોનભદ્રમાં મૃત્યુ પામેલા લોકો સામે દુઃખ વ્યક્ત નથી કરતી. હાલ ગુજરાત કોંગ્રેસે ખેડૂતો સાથે રહેવની જરૂર છે નહીં કે પ્રિયંકા ગાંધી સાથે. ઉત્તરપ્રદેશમાં જે હત્યા થઇ છે તેને ભાજપે વખોડી છે અને આ ઘટનામાં સીએમ યોગી આદિત્યનાથે તાત્કાલિક અસરથી પગલા લીધા છે.

'કોંગ્રેસે મધ્યપ્રદેશનાં મંત્રીઓ પાસે ગુજરાતની રજૂવાત કરવી જોઇએ'

નર્મદાનાં નીર પર ચાલી રહેલા વિવાદ અંગે બોલતા પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યુ કે, 'લોકો વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે હવન કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ આ મામલે મૌન રાખી પ્રિયંકાને સપોર્ટ કરી રહ્યા છે. તો નર્મદા મૂદ્દે કોંગ્રેસ હંમેશા મૌન રહી છે. કોંગ્રેસ નર્મદાનાં મુદ્દા પર રાજકારણ રમી રહી છે. મધ્યપ્રદેશના મંત્રી નર્મદામાં પાણી છોડવા મુદ્દે ગુજરાતને ચીમકી આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પોતાની રજુઆત મધ્યપ્રદેશમાં કરવી જોઈએ. નર્મદા મુદ્દે કોંગ્રેસે નર્મદાને અટકાવવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતોને હેરાન કરવાનો પ્રયાસ કરી રહી છે.'

આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીની અટકાયતને લઈ ગુજરાત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Loading...

નોંધનીય છે કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને શુક્રવારે ગઇકાલે યુપીનાં સોનભદ્ર જતાં અટકાવાયા હતા. તેઓ ટેકેદારો સાથે રોડ પર જ બેસી જતાં તેમને એક ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા હતા. સોનભદ્રમાં આ સપ્તાહે એક જમીન વિવાદમાં ગામના સરપંચ અને તેમના ટેકેદારોએ સામેના જૂથ પર અંગત ગોળીબાર કરતાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં 17મી જુલાઇની તપાસ સમિતિના અહેવાલના આધારે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને 29 લોકોની ધરપકડ કરાઇ છે તેમ મુખ્યમંત્રી આદિત્યનાથે જણાવ્યું હતું.
First published: July 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...