રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4500 શિક્ષકોની ભરતી કરાશે

ભરતીમાં આર્થિક નબળા વર્ગો માટે 10 ટકા અનામતનો અમલ પણ કરાશે.

News18 Gujarati
Updated: August 13, 2019, 12:06 PM IST
રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4500 શિક્ષકોની ભરતી કરાશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 13, 2019, 12:06 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : જો તમે શિક્ષકની નોકરીની શોધમાં છો તો તમારા માટે સારા સમાચાર છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4500 જેટલા શિક્ષકોની ભરતી થવાની છે. આ માટે ઝોન પ્રમાણે કમિટીઓ બનાવી છે. આ ભરતીમાં આર્થિક નબળા વર્ગો માટે 10 ટકા અનામતનો અમલ પણ અપાશે. આ માટે અમદાવાદ ઉપરાંત અન્ય 8 જિલ્લાનાં અધિકારીઓની મિટીંગ મંગળવારે શહેરમાં યોજાશે.

મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં હાલ દરેક જિલ્લામાં 200 પ્રવાસી શિક્ષકો કાર્યરત છે. તેથી જો દરેક જિલ્લાના આંકડા પર નજર કરીએ તો કામ ચલાઉ રીતે 3,500 જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જ્યારે કે તેનાથી વધારે શિક્ષકોની જગ્યા ખાલી હોવાનો અંદાજ છે. શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં આશરે 4,500 શિક્ષકોની ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.


શિક્ષણ વિભાગ જિલ્લા પ્રમાણે રિઝર્વેશન ક્વોટા નક્કી કર્યા છે જેમ કે, અમદાવાદમાં 11 ટકા અનુસૂચિત જાતિ, 10 ટકા અનુસૂચિત જન જાતિ, 27 ટકા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગનો સમાવેશ થાય છે. રોસ્ટર પ્રમાણે ભરતી માટે પહેલી ત્રણ સિટો બિનઅનામત, ચોથી સીટો સા.શૈ પછાત વર્ગ વગેરે અનામત સીટો 13 ક્રમ સુધી રહેશે.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...