ખેલ મહાકુંભમાં ભાગ લેવા કોઇપણ ખેલાડી App પર રજીસ્ટ્રેશન કરી શકશે

રજીસ્ટ્રેશનમાં કોઇપણ મુશ્કેલી જણાય તો ટોલફ્રી નંબર-૧૮૦૦૨૭૪૪૧૫૧ પર સંપર્ક કરી શકશે

News18 Gujarati
Updated: July 24, 2019, 4:45 PM IST
ખેલ મહાકુંભમાં ભાગ લેવા કોઇપણ ખેલાડી App પર રજીસ્ટ્રેશન કરી શકશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 24, 2019, 4:45 PM IST
રમત-ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુતિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાધીંનગર દ્વારા ખેલ મહાકુંભ-૨૦૧૯ નું રજીસ્ટ્રેશનતા:૧૫/૦૭/૨૦૧૯ થી શરુ કરવામાં આવેલ છે.

જેમાં શાળા કક્ષાએથી વોર્ડ કક્ષા ત્યારબાદ જીલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ કુલ-૩૫ સ્પર્ધાઓ યોજાશે. આ વર્ષે પણ અં.૯.૧૧.૧૪.૧૭ ઓપન એજ, તથા ૪૦ વર્ષ અને ૬૦ વર્ષથીઉપરના લોકો માટે સ્પર્ધાઓ યોજાશે.

ખેલ મહાકુંભની સ્પર્ધામાં અભ્યાસ કરતાં કે અભ્યાસ ન કરતાં કોઇપણ ખેલાડીઓભાગ લેવા ઇચ્છે તો તેઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન WWW.KHELMAHAKUMBH.ORG ની વેબસાઇટ પર કરી શકશે અથવા મોબાઇલ એપથી KHELMAHAKUMBH ની એપ ડાઉનલોડ કરીને પણ રજીસ્ટ્રેશન કરી શકે છે.

રજીસ્ટ્રેશનમાં કોઇપણ મુશ્કેલી જણાય તો ટોલફ્રી નંબર-૧૮૦૦૨૭૪૪૧૫૧ પર સંપર્ક કરી શકશે એમ જેલ્લા રમત ગમત અધિકારી અમદાવાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
First published: July 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...