Home /News /ahmedabad /ગુજરાતમાં 27 વર્ષ બાદ રાષ્ટ્રીય ડેરી સંમેલન, 2 લાખ પંચાયતમાં દૂધ ડેરી બનાવીશુંઃ અમિત શાહ

ગુજરાતમાં 27 વર્ષ બાદ રાષ્ટ્રીય ડેરી સંમેલન, 2 લાખ પંચાયતમાં દૂધ ડેરી બનાવીશુંઃ અમિત શાહ

અમિત શાહે સંબોધન કર્યુ હતુ.

હેલિપેડ ગ્રાઉન્ડ પર આયોજિત 49મા ઇન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યુ હતુ.

ગાંધીનગરઃ હેલિપેડ ગ્રાઉન્ડ પર આયોજિત 49મા ઇન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યુ હતુ. કેન્દ્રની મોદી સરકાર NDDB સાથે રાખીને 2 લાખ પંચાયતમાં દૂધ ડેરીની સ્થાપના કરવામાં આવશે. તેમજ ડેરી ક્ષેત્રમાં સૌથી મોટી સફળતા ઉભી પ્રાપ્ત કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે, ‘હવે ભારતને શ્વેત ક્રાંતિ-2 ની જરૂર છે. 49મા ડેરી સંમેલનમાં આવી આનંદ થયો છે. ડેરી એક વ્યાપાર નથી પરંતુ રોજગારી અને ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે પણ છે. ભારતમાં આઝાદી કાળથી જોઈએ તો ડેરી સેક્ટર વિકાસમાં સહભાગી બની છે. કોઓપરેટિવ ડેરીએ મહિલાને આત્મનિર્ભર બનાવનું કામ કર્યું છે. મને દેશમાં પ્રથમ સહકારી મંત્રી બનાવાનું સૌભાગ્ય મળ્યું છે. ડેરી ક્ષેત્રમાં જે વિકાસ થયો તેમાં IDFનો મહત્વનું પ્રદાન છે.’

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના 179 નવા કેસ, 8 દિવસમાં 300 ટકા કેસ વધ્યાં

વધુમાં અમિત શાહે જણાવ્યુ હતુ કે, ‘ભારતના ડેરી ક્ષેત્રને મજબૂત કરવા માટે કોનફરન્સ અસરકાર બનશે. વિશ્વમાં સૌથી વધુ GDPનું યોગદાન છે. આજે અર્થવ્યવસ્થામાં ડેરી મજબૂત ભાગ બન્યો છે. દેશમાં 9 કરોડ ગ્રામીણ પરિવાર ડેરીમાંથી રોજગારી મેળવે છે. NDDB સાથે રાખીને 2 લાખ પંચાયતમાં દૂધ ડેરીની સ્થાપના કરીશું. સૌથી વધુ દૂધ ઉત્પાદન સાથે સૌથી વધુ પ્રોસેસ કરે તેમાં ભારત મોખરે છે. ડેરી ઉત્પાદકો મિલ્ક પાવડર અને માખણમાં ડેરી સેક્ટર મહ્ત્વનું યોગદાન રહ્યું છે. ગીર, સાહિવલ અને લાલ સિંધીવાલની નસલ દેશમાં જાણીતી બની છે. 6 કરોડ પ્રતિ લીટર સરખાણીએ હવે 58 કરોડ લાખ પ્રતિ લીટર થયું છે.’


આ કોન્ફરન્સ અંતર્ગત સીએમ ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ‘આ કોન્ફરન્સ અમૃત કાળમાં ગુજરાતમાં યોજાઈ રહી છે. ગ્રામીણ જીવનનો મુખ્ય આધાર જ ખેતી , ગ્રામીણ અને પશુપાલન છે. પશુપાલન અનેક લોકોની આજીવિકાનું મુખ્ય સાધન છે. ડેરી ઉદ્યોગની સફળતામાં પશુ સહકારીતા ક્ષેત્રે થયેલો વિકાસ છે. દેશના કુલ દૂધ સંપાદનમાં ગુજરાત ૩૦% સાથે પ્રથમ નંબરે છે. રાજ્યમાં દરરોજ 150 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવે છે. દૂધ ઉત્પાદનમાં વેલ્યૂ એડિશનને સરકારે પ્રોત્સાહન આપ્યું છે. પશુઓના છાણમાંથી ગોબરધન જેવા ઇનોવેશન લાવ્યા છીએ. કોરોનાકાળ પછી મળનારી આ બેઠકમાં દૂધ ઉત્પાદકોના પ્રશ્નોનું હલ થશે એવી આશા રાખું છું.’
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad news, Amit shah, Amit Shah Gujarat Visit, Amit Shah news, Gandhinagar News, Home minister amit shah