'બાબુ'ઓ સાવધાન! રાજ્યની તમામ સરકારી કામગીરી પર હવે રહેશે CMની સીધી નજર

News18 Gujarati
Updated: June 13, 2018, 1:57 PM IST
'બાબુ'ઓ સાવધાન! રાજ્યની તમામ સરકારી કામગીરી પર હવે રહેશે CMની સીધી નજર
News18 Gujarati
Updated: June 13, 2018, 1:57 PM IST
હવે સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સીએમઓમાં બેસીને રાજય ના કોઈપણ ખૂણા માં સરકાર ની કામગીરી જાણી શકાય તે માટે ની સિસ્ટમ તૈયાર કરી લીધી છે, અને એ પણ ઝીરો કોસ્ટમાં જેમાં રાજ્યમાં કોઇ પણ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરાના વિઝન સીએમ હાઉસના સીએમ ડેસ બોર્ડ ઉપર જોઇ શકાશે, આ સીસ્ટમ જુલાઇના અંત સુધીમાં સંપૂર્ણ કાર્યરત થવાની સંભાવના છે, ત્યારે સીએમ ડેસ બોર્ડ તરીકે તરીકે ઓળખાતા આ સિસ્ટમથી મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી સીધી રીતે જિલ્લા કચેરીઓ તાલુકા કચેરીએ થતી દૈનિક કામગીરી, આરોગ્યથી માંડીને એસટી, રેવન્યુથી માંડી ડીઝાસ્ટર સુધી તમામ વિભાગોની ફાઇલ ટ્રેક પણ કરી શકાશે, જેના ઉપરથી અધિકારીઓના સીઆર પણ નક્કી થશે તો બીજી તરફ કામ નહીં કરનારા અધિકારીઓ સામે દંડાશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી હવે ગમે તે સમયે સમગ્ર ગુજરાત પર નજર રાખી શકશે. રાજ્યના કોઇ પણ ખૂણામાં સરકારની કામગીરી જાણી શકાય તે માટેની સિસ્ટમ તૈયાર થઇ ચૂકી છે, અને તે પણ ઝીરો કોસ્ટમાં. જેમાં રાજ્યમાં કોઇ પણ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરાના વિઝન સીએમ હાઉસના સીએમ ડેસ બોર્ડ પર જોઇ શકાશે. ત્યારે સીએમ ડેસ બોર્ડ તરીકે તરીકે ઓળખાતા આ સિસ્ટમથી મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી જિલ્લા કચેરીઓ, તાલુકા કચેરીએ થતી દૈનિક કામગીરી, આરોગ્યથી માંડીને એસટી, રેવન્યુથી માંડી ડીઝાસ્ટર સુધી તમામ વિભાગોની ફાઇલ ટ્રેક પણ કરી શકાશે. જેના ઉપરથી અધિકારીઓના સીઆર પણ નક્કી થશે, અને કામ નહીં કરનારા અધિકારીઓ સામે દંડ ફટકારવામાં આવશે.

મુખ્યપ્રધાન વિજય રુપાણી હવે પોતાના નિવાસ સ્થાનેથી જ રાજયમાં થતી ઘટનાઓ ઉપર નજર રાખી શકશે, એ પછી સસ્તા અનાજના દુકાનોનો સવાલ હોય કે પાણી પુરવઠાના સવાલો, રાજ્યમા કઇ એસટી કેટલી મોડી ચાલે છે અને તેના કંડક્ટર કોણ છે તેની માહિતી પણ એક ક્લીકથી મળશે, તો રાજ્યના તમામ ધાર્મિક સ્થળમાં લાગેલા સીસીટીવી કેમેરામાં શુ દેખાઇ રહ્યુ છે તેની મોનિટરીંગ પણ હવે સીધી રીતે સીએમ હાઉસમાંથી કરાશે. રાજ્યમાં ભરમાં રોડ સેફ્ટી માટેલગાવેલા કેમેરાના વિઝન પણ દેખાશે, રાજ્ય સરકારના આઇટી વિભાગ નાકર્મચારીઓએ ઝીરો કોસ્ટમાં સીએમ ડેસ બોર્ડ તૈયારી કર્યુ છે, જેના કારણે હવે આ તમામ વસ્તુઓ એક ક્લીકમાં શક્ય બનશે, ત્યારે સીએમ વિજય રુપાણીએ સીએમનિવાસ સ્થાનમાં આ સિસ્ટમના નિદર્શન રાખ્યુ, જેમાં કઇ રીતે આ સીસ્ટમકાર્યરત કરશે, તેની તેમણે માહિતી આપી હતી. મહત્વ પુર્ણ બાબત એ છે કે આસિસ્ટમથી મહેસુલી વિભાગ હોય કે રેવન્યુ, આરોગ્ય વિભાગ હોય કે રોડ એન્ડ બિલ્ડીગં, તેવા 26થી વધુ વિભાગોને કનેક્ટ કરાયા છે તે સિવાય કલેક્ટર કચેરીમાં તમામ પ્રકારની ફાઇલોને લઇને પણ ફાઇલ ટ્રેકિંગ મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત કરાઇ છે જેથી કઇ ફાઇલો કયા સ્તરે અટકી છે તેમાં મુખ્ય સમસ્યા કયાપ્રકારની છે તેની માહિતી તાત્કાલીક સીએમ ડેસ બોર્ડ ઉપર આવી જશે, જેમાં કેટલીક માહિતીઓ ઓન લાઇન રિયલ ટાઇમ રહેશે તો કેટલીક માહિતીઓ ઓફ લાઇન મુકવામાં આવશે, ત્યારે ટ્રેકીંગ કરવા માટે ત્રણ સ્તરે ફોલોઅપ સિસ્ટમ હશે, જેમાં પ્રથમ ડેસ બોર્ડના કર્મચારીઓ ફોલોઅપ લેશે, પછી સેક્રેટરીકક્ષાના અધિકારીઓ ફોલોઅપ લેશે અને છેલ્લા સીએમ ફોલોઅપ લેશે તેમ છતાં પણઅધિકારીઓ કામમાં ધ્યાન નહી આપે તો તેમની સામે પગલા લેવીની યોજના બનાવાઇ છે.

હાલ તો સીએમ ડેસ બોર્ડ વિભાગના ઇન્ટરનલ એસએસમેન્ટ માટે રહેશે, જેમાંરાજ્યના 50 કરોડથી લઇને 500 કરોડના સરકારી અને ખાનગી પ્રોજેક્ટનોટ્રેકિંગ સીધા સીએમ લેવલે થી થશે. હાલ તો સરકાર બાઇસેગ, જીપીએસ, ઇન્ટરનેટ વિગેરેનો ઉપયોગ કરી રહી છે, જેમાં અલગ સર્વર પણ બનાવાશે, જેથી ક્યારેય અહીનો સર્વર ડાઉન ન થાય, સાથે આઇ ટી વિભાગના અધિકારીઓની એકએક્સપર્ટ ટીમ પણ કાર્યરત કરાશે જેથી આ સિસ્ટમને હેકીંગથી બચાવી શકાય, મહત્વપુર્ણ બાબત એ છે કે રાજ્યમાં કોઇ પણ સ્થળે કટોકટીના સમયે, આદોલનના સમયે, કુદરતી કે માનવ સર્જીત આફતોના સમયે અહીના કંટ્રોલ અને કમાન્ડ સીસ્ટમને સેટેલાઇટથી કનેક્ટ કરવાની વયસ્થા પણ કરાઇ છે, જેથી કોઇ પણ રેક્સ્યુ ટીમ પાસે સોલ્ડર કેમેરો કે હેડ કેમેરો હોય તો તેના માધ્યમથી ઘટનાનો લાઇવ નિદર્શન સીએમ હાઉસમા બેઠા બેઠા કરી શકાશે, સાથે કોઇ પણ વિભાગના અધિકારીઓ જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરતા હોય તો સીએમ તેમની જાણ બહાર તેમના ઉપર નિરિક્ષણ રાખી શકશે, જેના માટે આ સિસ્ટમ ઉપયોગી સાબિત થશે.

આમ તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર સમયે વિપક્ષ દ્વારા સત્તા પક્ષને પ્રશ્નોતરીની ઝંડી વરસાવીને સરકારને ઘેરવામાં આવતી હોય છે ત્યારે જ સીએમને આ ડેસબોર્ડનો વિચાર આવ્યો હતો, અને સમગ્ર રાજ્ય ઉપર નજર રાખવા માટે એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમની જરુરિયાત વર્તાઇ હતી ત્યારે આ સિસ્ટમ અમલમાં આવી રહી છે, સીએમ વિજય રુપાણી સરકારી કામોમાં પરફેક્શન લાવવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવાનો દાવો કરી રહ્યા છે, તો આગામી દિવસોમાં પોલીસી બનાવવા, પોલીસીઓ ચેન્જ કરવા, પ્રસાસનિક વ્યવસ્થાઓ સુધારવા માટે આ સિસ્ટમનો ઉપયોગ થવાનો દાવો છે, પણ સવાલ એ છે કે શુ માત્ર આ સિસ્ટમથી તંત્ર સુધરી જશે કે પછી બેજવાબદાર લોકો સામે એક્શન લઇને ગુજરાત ના વહીતંત્રમાં એક નવી દિશા અપાશે. ત્યારે નોંધનીય છે કે અત્યાર સુધી ગુજરાતમાં આ પ્રકાર ની કોઈ વ્યવસ્થા ન હતી. જેને કારણે સરકાર કર્મચારીઓ કે અધિકારીઓ પર વોચ રાખી શકતું ન હતું. પણ આગામી સમયમાં સરકાર માટે સીએમ ડેસ્ક બોર્ડ તીસરી આંખ સાબિત થશે તેમાં કોઈ બે મત નથી, પણ તમામ બાબત નો આધાર એક્શન ટેકન પર રહેશે.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर