પેપર લીકઃ યશપાલને આવ્યો હતો આત્મહત્યાનો વિચાર, આરોપીઓ 'બ્લેકલિસ્ટ'

News18 Gujarati
Updated: December 6, 2018, 6:12 PM IST
પેપર લીકઃ યશપાલને આવ્યો હતો આત્મહત્યાનો વિચાર, આરોપીઓ 'બ્લેકલિસ્ટ'
News18 Gujarati
Updated: December 6, 2018, 6:12 PM IST
યુવાનીના જોશમાં અને વગર મહેનતે સફળતા મેળવવા માટે ઘણીવાર ખોટા નિર્ણયો લેવાઇ જતાં હોય છે, તેનું તાજુ ઉદાહરણ છે ગુજરાતમાં થયેલા લોકરક્ષક દળના પેપરલીકકાંડ. પોલીસે સમગ્રકાંડમાં અત્યારસુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરી છે, આ તમામ આરોપીઓની કારકિર્દીનો અંત આવ્યો છે, કારણ કે હવે આ તમામ આરોપીઓ ક્યારેય પરીક્ષા આપી શકશે નહીં.

અહીં ક્લિક કરી વાંચો ક્યાંથી, કેવી રીતે અને કોની પાસેથી મેળવ્યું હતું પેપર? જાણો આખો ઘટનાક્રમ

પેપરલીક કાંડમાં છેલ્લા કેટલાક દિવસથી ફરાર આરોપી યશપાલને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે યશપાલની સઘન પૂછપરછ કરી સમગ્ર કાંડમાં વધુ એક કડી જોડી હતી. જેમાં સ્પષ્ટ થયું કે પેપરલીક કેસમાં દિલ્હની ગેંગનો મુખ્ય રોલ છે. જો કે વાત કરીએ ગુજરાતના યશપાલની તો તેણે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે પેપરલીક થયાનું જાહેર થઇ જતાં તેને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો.

અહીં ક્લિક કરી વાંચો CCTV ફૂટેજઃ સુરતની આ સ્કૂલમાં પેપર આપવા પહોંચ્યો હતો યશપાલસિંહ સોલંકી

સમગ્ર કેસમાં ઈન્દ્રવદન નામના વ્યક્તિનું અને નિલેશ નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું છે. ઈન્દ્રવદન બરોડાનો રહેવાસી છે. પરિભાર્થીઓ જે ચાર વાહનોમાં ગયા હતા, તે ગાડીઓના ડ્રાઈવરોના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે. દિલ્હીથી પાછા અમદાવાદ આવવાની યશપાલની ટિકિટ ઈન્દ્રવદને બુક કરી. યશપાલ પેપરની કોપી લઈ ગુજરાત આવ્યો હતો.
First published: December 6, 2018
વધુ વાંચો अगली ख़बर