અમદાવાદ ગેંગરેપ કેસઃ ત્રણેય આરોપીઓને નાર્કો ટેસ્ટ માટે લઇ જવાયા

News18 Gujarati
Updated: July 9, 2018, 11:54 AM IST
અમદાવાદ ગેંગરેપ કેસઃ ત્રણેય આરોપીઓને નાર્કો ટેસ્ટ માટે લઇ જવાયા
સેટેલાઇટ ગેંગરેપના કથિત ત્રણ આરોપી
News18 Gujarati
Updated: July 9, 2018, 11:54 AM IST
અમદાવાદના હાઇપ્રોફાઇલ સેટેલાઇટ ગેંગરેપ કેસના કથિત ત્રણ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવાની તજવીજ હાથધરાઈ છે. ગેંગરેપના ત્રણે આરોપી વૃષભ મારુ, યામિની નાયર અને ગૌરવ દાલમિયાને અમદાવાદથી ગાંધીનગર FSL લઇ જવાયા છે. જ્યાં આ તમા આરોપીઓનો નાર્કો ટેસ્ટ થશે. મળતી માહિતી પ્રમાણે એફએસએલમાં ચાર દિવસ સુધી નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ચાલશે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણે આરોપીઓની સહમતિ બાદ નાર્કો ટેસ્ટ કરાશે. આ ત્રણ આરોપીઓ દ્વારા નાર્કો ટેસ્ટ કરવા આવે એવી અરજી કરી હતી જેના પગલે કોર્ટે નાર્કો ટેસ્ટ કરવા માટે મંજૂરી પણ આપી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણે આરોપીઓને નાર્કો ટેસ્ટ માટે ગાંધીનગર એફએસએલ લવાયા છે. અહીં ત્રણે આરોપીઓને નાર્કો ટેસ્ટ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. નાર્કો ટેસ્ટ કેમ કરવામાં આવે છે. તેની પ્રક્રિયા શું હોય છે. આ ટેસ્ટમાં કેવા પ્રકારની માહિતી બહાર આવે છે. આવી તમામ બાબતોથી ત્રણે આરોપીને અવગત કરાવાશે ત્યારબાદ આ આરોપીઓ સંમતી આપશે તો જ તેમનો નાર્કો ટેસ્ટ કરાશે.

પહેલા તેમનો થશે મેડિકલ ફિટનેશ ટેસ્ટ

મળતી માહિતી પ્રમાણે આરોપીઓનો પહેલા મેડિકલ ફિટનેશ ટેસ્ટ થશે. જો ટેસ્ટમાં તેમને ફિટ જાહેર કરાશે. ત્યાર બાદ સાયકોલોજીસ્ટ દ્વારા નાર્કો ટેસ્ટ અંગે કાઉન્સિલિંગ કરવામાં આવશે. ત્યારબાદ આરોપીઓની સંમતી મળ્યા પછી નાર્કો ટેસ્ટ કરાશે.

વિવિધ ડોક્ટરોની ટીમ રહેશે ઉપસ્થિત

ઉલ્લેખનિય છે કે, જ્યારે નાર્કોટેસ્ટ થવાનો હોય ત્યારે સાયકોલોજીસ્ટ, એનેસ્થેસિયા ડોક્ટર અને ફિજીસિયન ડોક્ટર હાજર રહેતા હોય છે. આ ટેસ્ટ દરમિયાન આરોપીના સ્વાસ્થ્યથી લઇને માનસિક સ્થિતિનું પણ ડોક્ટરો દ્વારા ધ્યાન રાખવામાં આવતું હોય છે.

ત્રણથી ચાર દિવસ ચાલશે આ પ્રક્રિયા
Loading...

મળતી માહિતી પ્રમાણે પહેલા આરોપીઓને નાર્કો ટેસ્ટ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ત્યારબાદ ફિટનેશ ટેસ્ટ કરાશે અને આરોપીઓની મંજૂરી મળ્યા પછી ત્રીજા દિવસે તેમનો નાર્કો ટેસ્ટ કરાશે. આમ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ત્રણથી ચાર દિવસ ચાલશે.

પીડિત યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવ્યું હતું નિવેદન

હાઈપ્રોફાઈલ સેટેલાઇટ ગેન્ગ રેપ કેસમાં પીડિતા મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર થઇ હતી, જ્યાં તેણીએ મેજિસ્ટ્રેટ સામે પોતાના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાયું હતું. કાયદાકીય કલમ 164 મુજબ પીડિતાએ મહિલા મેજિસ્ટ્રેટ સામે પોતાના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાયું હતું. સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવવા ક્રાઇમ બ્રાન્ચની એસીપી પન્ના મોમાય પણ હાજર રહ્યા હતા. મેજિસ્ટ્રેટ સમક્ષ 2 કલાક અને 10 મિનટ સુધી પીડિતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. પીડિતા ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં પરિવાર સાથે કોર્ટમાં ગઇ હતી. પીડીતાએ આ પહેલા ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ જેકે ભટ્ટ સામે કેસ પાછા લેવા તેમજ સ્ટેટમેન્ટ બદલવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
First published: July 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...