સરકાર સાથે બેઠક સારી રહી પરંતુ પરિણામલક્ષી નહીં : હાર્દિક પટેલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 26, 2017, 6:37 PM IST
સરકાર સાથે બેઠક સારી રહી પરંતુ પરિણામલક્ષી નહીં : હાર્દિક પટેલ
ચુંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ભાજપ દ્વારા પાટીદાર આંદોલનનો અંત લાવવા ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલનનો વિધાનસભા ચૂંટણી પહેલા અંત લાવવા ભાજપ સરકાર દ્વારા પ્રયાસ શરૂ કરાયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 26, 2017, 6:37 PM IST
ગાંધીનગર # ચુંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ભાજપ દ્વારા પાટીદાર આંદોલનનો અંત લાવવા ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલનનો વિધાનસભા ચૂંટણી પહેલા અંત લાવવા ભાજપ સરકાર દ્વારા પ્રયાસ શરૂ કરાયા છે. જેના ભાગરૂપે આજે સરકાર તેમજ પાટીદાર સમાજની મહત્વની 6 સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને આંદોલનકારી સંસ્થા પાસ અને એસપીજીના હાર્દિક પટેલ, પૂર્વી પટેલ સહિતના કન્વીનરો સહિત 100 જેટલા અગ્રણીઓની બેઠક સરકાર યોજાઈ હતી. જ્યારે ચાલુ બેઠકમાં જ પાસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને 'ભાજપ હાય હાય'ના નારા લગાવવામાં આવ્યા હતા.

સરકાર તરફથી નીતિન પટેલ હાજર
આ અંગે બેઠક બાદ નીતિન પટેલે જણાવ્યું છે કે,
- આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસ પાછા ખેંચાશે

- રાજ્ય સરકારે કેસ પાછા ખેંચવાની ખાતરી આપી
- આંદોલનમાં શહીદ થયેલા પરિવારોને સહકારી સંસ્થામાં નોકરી અપાશે
- બિન અનામત આયોગની રચના કરાશે
- તમામ બિન અનામત જાતિઓ માટે આયોગની રચના

આ અંગે બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું છે કે,
- સરકાર તમામ મુદ્દે ગોળ ગોળ વાતો કરે છે
- કોઈ પણ મામલે સરકારના પ્રતિનિધિઓ સ્પષ્ટ જવાબ નથી આપતા
- અનામત નહિ આપે ત્યાં સુધી સમાધાન નહિ થાય

- સરકાર પોતાના વાયદા પૂર્ણ કરશે તો તેમના નિર્ણયને આવકારીશુ
First published: September 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर