રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને થયો સ્વાઈન ફલૂ

News18 Gujarati
Updated: January 11, 2019, 8:05 PM IST
રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને થયો સ્વાઈન ફલૂ

  • Share this:
હાલ રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કેર વર્તાઇ રહ્યો છે. એવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર પણ સ્વાઇન ફ્લૂના ભરડામાં આવી ગયા છે. અમદાવાદ ખાતે હોસ્પિટલમાં પૂનમચંદનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતાં દોડધામ મચી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે રોજ મૃત્યુઆંક વધી રહ્યો છે. એવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારને સ્વાઇન ફ્લૂ થયાનું બહાર આવ્યું છે. પૂનમચંદ છેલ્લા પાંચ દિવસથી શરદી-ખાસીની ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. ત્યારબાદ અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં તેમના રિપોર્ટ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...