આજે મંગળવારે તા.23મીનાં રોજ લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું. આ ઉપરાંત બિહાર 5, છત્તીસગઢ 7, કાશ્મીર એક, આસામ ચાર, કર્ણાટક 14, ઉ. પ્રદેશ 10, પ. બંગાળની 5, મહારાષ્ટ્રની 14, ઓડિશાની છ બેઠકો પર પણ મતદાન યોજાયું હતું.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સરેરાશ 63.57 ટકા મતદાન થયું હોવાનો અંદાજ છે, ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 26 સીટ પર 371 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે. જે 23 મેના રોજ પરિણામ આવશે.
રાજ્યના ચૂંટણી કમિશનર મુરલીક્રિષ્નને પત્રકાર પરિષદ યોજી રાજ્યમાં યોજાયેલી ચૂંટણી અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે રાજ્યમાં છ વાગ્યા સુધીમાં 62.36 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યમાં અનેક ફરિયાદ નોંધાઇ છે. જેનું નિરાકરણ લાવીશું. તો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ફેર મતદાનની સ્થિત સર્જાઇ છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.એક મહિના સુધી તમામ evm અને વિવિપેટના મશીનને ચૂસ્ત સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે.
રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાનો આભાર વ્યક્તિ કર્યો હતો. રૂપાણીએ જણાવ્યું કે ભાજપના કાર્યકરો અને મીડિયાનો હું આભાર માનું છું. રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે.
રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મતદાન નોંધાયું હતું.
રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સરેરાશ 60 ટકા મતદાન થયું હોવાનો અંદાજ છે, ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 26 સીટ પર 371 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે. જે 23 મેના રોજ પરિણામ આવશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપ-કોંગ્રેસના નેતાઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ કેટલાક આક્ષેપો કર્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી, માજી નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, અમિત શાહ, ગુજરાત ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન જેવા નેતાઓ ગાંધીનગર લોકસભાની મતદાર યાદીમાં નામ ધરાવે છે. એટલે આ તમામ નેતાઓ આજે અમિત શાહ માટે મતદાન કરશે.