કોંગ્રેસના 29 ધારાસભ્યોનું સસ્પેન્સન રદ, એક દિવસ માટે કરાયા હતા સસ્પેન્ડ

29 જેટલા કોંગ્રેસ ધારાસભ્યોને એકદિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા...

News18 Gujarati
Updated: March 13, 2018, 4:41 PM IST
કોંગ્રેસના 29 ધારાસભ્યોનું સસ્પેન્સન રદ, એક દિવસ માટે કરાયા હતા સસ્પેન્ડ
29 જેટલા કોંગ્રેસ ધારાસભ્યોને એકદિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા...
News18 Gujarati
Updated: March 13, 2018, 4:41 PM IST
ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ ચાલી રહ્યો છે, આ સમયે આર. સી. ફળદૂ જવાબ રજૂ કરી રહ્યા હતા તે સમયે કોંગ્રેસ એમએલએ વિરજી ઠુમ્મરરે વિવાદ સર્જ્યો હતો, જેને લઈ ગૃહમાં હોબાળો થયો હતો. ત્યારબાદ અદ્યક્ષ દ્વારા 29 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. આખરે તેમનું હવે સસ્પેન્સન રદ્દ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત વિધાનસભામાં હાલમાં પ્રશ્નોત્તરીકાળ ચાલી રહ્યો છે. આ સમયે આર.સી. ફળદૂ જવાબ રજૂ કરી રહ્યા હતા, તે સમયે કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમર વચ્ચે બોલતા તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેને પગલે અન્ય કોંગ્રેસ ધારાસભ્યો રોષે ભરાયા અને વેલમાં ઘસી આવ્યા. જેથી અધ્યક્ષે 29 જેટલા કોંગ્રેસ ધારાસભ્યોને એકદિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. જેને પગલે અન્ય કોંગ્રેસ ધારાસભ્યોએ પણ ગૃહનો બહિસ્કાર કરી બહાર નીકળી ગયા હતા. જેમનું હવે સસ્પેન્સન રદ્દ કરી દેવામાં આવ્યું છે.

આ સમયે વિરજી ઠુમરે નિવેદન આપ્યું હતું કે, સરકારે ખેડૂતો માટે મજાક સમાન બજેટ રજૂ કર્યું છે. ખેડૂતો માટે લાખો રૂપિયાના વીમા પ્રિમીયમ ભરવામાં આવે છે, પરંતુ જો ખેડૂતેને સીધી મદદ કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે છે. ખેડૂતોને તાર, ફેન્સિંગમાં પણ સરકાર દ્વારા છેતરવામાં આવ્યા છે. આ સરાકર માનીતા ઉદ્યોગપતિઓની છે, સરકારને કઈં આપતી નથી.

આ બાજુ, કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ગૃહમાં રજૂઆત કરી હતી કે, ભાવનગરમાં ટ્રક અકસ્માતમાં મૃ્તયુ મામલે સરકારે 4 લાખની સહાય કરી, પરંતુ 8 આદીવાસી વિદ્યાર્થીઓના મોત મામલે સરકાર 4 લાખની સહાય કરતી નથી. જો સરકાર આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપે તો, 20 માર્ચથી અચોક્કસ મુદ્દત માટે ધરણા પર બેસશે.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर