બસ સ્ટેશનમાં વિતાવી અનેક રાત, કૌભાંડી વિનય શાહની પત્ની 6 દિવસ રિમાન્ડ પર

News18 Gujarati
Updated: December 8, 2018, 7:43 AM IST
બસ સ્ટેશનમાં વિતાવી અનેક રાત, કૌભાંડી વિનય શાહની પત્ની 6 દિવસ રિમાન્ડ પર
News18 Gujarati
Updated: December 8, 2018, 7:43 AM IST
સંજય જોશી, ગાંધીનગર

રાજ્યમાં હજારો લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડનાર કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહે પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું. બાદમાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે ભાર્ગવી શાહના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે સમગ્ર મામલે વધુ કેટલાક ખુલાસા થઇ શકે છે.

અહીં ક્લિક કરી વાંચો વડોદરા: દારૂની મહેફિલ માણતા 14 નબીરા ઝડપાયા, સાથે હતી 18 લક્ઝૂરિયસ કાર

પ્રાપ્ત વિગત પ્રમાણે ગુરુવારે 260 કરોડનું કૌભાંડ આચરનાર વિનય શાહની પત્ની ભાર્ગવી શાહે CID સમક્ષ સમર્પણ કર્યું હતું. ત્યારબાદ સીઆઇડીની પૂછપરછમાં ભાર્ગવીએ કેટલાક જવાબો આપ્યા હતા, જેમાં કૌભાંડ બહાર આવ્યા બાદથી તે ક્યાં હતી તેના જવાબમાં ભાર્ગવીએ જણાવ્યું કે તે છેલ્લા કેટલાક દિવસોથી બસ સ્ટેશનમાં રાત વિતાવતી હતી.

સમગ્ર મામલે પોલીસે કૌભાંડી વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવીની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બે ફોર વ્હીલર અને બે ટૂ વ્હીલર, પાલડીમાં તેના 4 ફ્લેટને સીઝ કરવાની કાર્યવાહી માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત મોકલવામાં આવી છે. 260 કરોડનાં કૌભાંડ મામલે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યા મુજબ વિનય શાહની કંપનીના જુદી-જુદી બેંકોમાં કુલ 7 ખાતા હતા. જે ખાતામાં 10 લાખ 18 હજાર 5 રૂપિયાનું બેલેન્સ છે.

આ પણ વાંચો આજે ડૉ. જીવરાજ મહેતાનો આત્મા કકળી ઉઠશે : આ તો હોસ્પિટલ કે 'ટાર્ગેટ એચિવ' કરવાનું સ્થળ !
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर