1993 મુંબઈ બ્લાસ્ટ કેસ: અબુ સાલેમને આજીવન કેદ, તાહિર-ફિરોઝને ફાંસીની સજા

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 7, 2017, 2:03 PM IST
1993 મુંબઈ બ્લાસ્ટ કેસ: અબુ સાલેમને આજીવન કેદ, તાહિર-ફિરોઝને ફાંસીની સજા
1993ના સીરિયલ બોંબ બ્લાસ્ટના દોષિતોને સજા સંભળાવવામાં આવી હતી. અબુ સાલેમને આજીવન કેદની સજા સંભળાવમાં આવી છે અને સાથે બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે તેના સાગરીત કરીમુલ્લાહ ખાનને પણ આજીવન સજા અને 2 લાખનો દંડ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 7, 2017, 2:03 PM IST
મુંબઇઃ 1993ના સીરિયલ બોંબ બ્લાસ્ટના દોષિતોને સજા સંભળાવવામાં આવી હતી.  અબુ સાલેમને આજીવન કેદની સજા સંભળાવમાં આવી છે અને સાથે બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.  જ્યારે તેના સાગરીત કરીમુલ્લાહ ખાનને પણ આજીવન સજા અને 2 લાખનો દંડ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. રિયાઝ સિદ્દીકીને 10 વર્ષની સજા કોર્ટે સંભળાવી હતી. તાહિરને ફાંસીની સજા સંભળાવામાં આવી હતી.  તાહિર મર્ચન્ટ અને ફિરોઝ ખાનને ફાંસીની સજા સંભળાવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧ર માર્ચ, ૧૯૯૩ના રોજ મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં રપ૭ લોકોનાં મોત થયાં હતાં. મુંબઇમાં ઉપરાછાપરી એક પછી એક એમ ૧ર પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ કેસમાં ડોન અબૂ સાલેમ સહિત 5 દોષિતોને સંજા સંભળાવવામાં આવી. 16 જૂન 2017ના રોજ કોર્ટે આ કેસમાં સાલેમ સહિત મુસ્તફા ડોસા, ફિરોઝ ખાન, તાહિર મર્ચન્ટ, કરીમુલ્લા શેખ અને રિયાઝ સિદ્દીકીને દોષિત જાહેર કરવામાં આવ્યાં હતા. જ્યારે એક આરોપી અબ્દુલ ક્યૂમને મુક્ત કરવામાં આવ્યો હતો. જે પૈકી મુસ્તફા ડોસાનું 28 જૂન, 2017ના રોજ હાર્ટઅટેકથી મોત થયું હતું.

અબુ સલેમને પણ ફાંસીની સજા આપવાની માગ કરવામાં આવી શકે નહીં, કારણ કે ભારતીય પ્રત્યાર્પણ એક્ટના લીધે આવું થઇ શકે નહીં. આ એક્ટની કલમ 34સી હેઠળ જે દેશમાંથી કોઇ આરોપીને પ્રત્યાર્પણ કરીને લાવવામાં આવે છે. તેને ફાંસીની સજા આપી શકાતી નથી.
First published: September 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर