જિયોની પ્રાઇમ મેમ્બરશીપનું રજિસ્ટ્રેશન શરૂ, આવી રીતે બનો મેમ્બર

A
Updated: January 1, 1970, 5:30 AM IST
જિયોની પ્રાઇમ મેમ્બરશીપનું રજિસ્ટ્રેશન શરૂ, આવી રીતે બનો મેમ્બર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જિયોને લઇ તાજેતરમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે 31 માર્ચ પહેલા જિયો લેનારા ગ્રાહકોને 99 રૂપિયામાં જિયો પ્રાઇમની મેમ્બરશિપ મળી જશે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જિયોને લઇ તાજેતરમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે 31 માર્ચ પહેલા જિયો લેનારા ગ્રાહકોને 99 રૂપિયામાં જિયો પ્રાઇમની મેમ્બરશિપ મળી જશે. જિયો પ્રાઇમની મેમ્બરશિપ માટે 1 માર્ચ 2017 એટલે કે આજથી રજિસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યુ છે જે 31 માર્ચ 2017 સુધી ચાલશે. રિલાયંન્સ જિયોના હાલના ગ્રાહકો અને નવા ગ્રાહકો 31 માર્ચ 2017 સુધી 99 રૂપિયા આપીને જોડાઇ શકે છે. આ મેમ્બરશિપ ફી 1 વર્ષ માટેની છે. આવી રીતે બનો જિયો પ્રાઇમ મેમ્બર 1 માર્ચથી 31 માર્ચ વચ્ચે માય જીયો (MyJio) એપ કે જિયોડોટકોમ (jio.com) પર જઇને પ્રાઇમ મેમ્બર બની શકો છો. આ સિવાય રિલાયંન્સ ડિજિટલ સ્ટોર, જિયો રિટેલ સ્ટોર કે કોઇ અન્ય જિયો પાર્ટનર સ્ટોર પર જઇને પણ પ્રાઇમ મેમ્બરશિપ લઇ શકો છો. આ છે પ્રાઇમ મેમ્બરશિપ પ્લાન 99 રૂપિયામાં આ પ્રાઇમ મેમ્બરશીપ લઇ શકાય છે. આથી રિલાયંન્સ જિયોનું હેપ્પી ન્યૂ ઇયર ઓફર આગળના એક વર્ષ સુધી 303 રૂપિયા પ્રતિમાસ પર મળી જશે. હૈપ્પી ન્યૂ ઇયર ઓફરમાં અનલિમિટેડ ડાટા અને કોલિંગની સુવિધા મળશે. જો કે આમા પણ 28 જીબી ડાટા જ 4જી સ્પીડમાં મળશે. દરરોજ 1જીબી 4જી ડાટાની લિમિટ રાખવામાં આવી છે. નોન-પ્રાઇમ મેમ્બર પ્લાન જિયોએ નોન પ્રાઇમ મેમ્બર માટે પણ 303 રૂપિયાનો પ્લાન શરૂ કર્યો છે. જેમાં 2.5 જીબીનો 4જી ડેટા અપાશે. સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવશે. બીજા નાના પ્લાન 19 રૂપિયાઃવેલિડીટીઃ1 દિવસ પ્રાઇમ યૂજર્સ 200 એમબી ડાટા નોન-પ્રાઇમ મેમ્બર્સ 100 એમબી ડાટા વોઇસ કોલ અને એસએમએસ અનલિમિટેડ 49 રૂપિયાઃવેલિટિડીઃ3 દિવસ પ્રાઇમ યૂજર્સ 600 એમબી ડાટા નોન-પ્રાઇમ મેમ્બર્સ 300 એમબી ડાટા વોઇસ કોલ અને એસએમએસ અનલિમિટેડ 96 રૂપિયાઃવેલિડીટીઃ7 દિવસ પ્રાઇમ યૂજર્સ 7જીબી નોન-પ્રાઇમ મેમ્બર્સ 0.6 જીબી ડાટા લિમિટ 1 જીબી વોઇસ કોલ અને એસએમએસ અનલિમિટેડ 149 રૂપિયાઃ વેલિડિટીઃ28દિવસ પ્રાઇમ યૂજર્સ 2 જીબી નોન-પ્રાઇમ મેમ્બર્સ 1 જીબી વોઇસ કોલ અનલિમિટેડ અને એસએમએસ 100 રિલાયંન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 21 ફેબ્રુઆરીએ કહ્યુ હતું કે જો યૂજર્સ 31માર્ચ,2017 પહેલા કોઇ કારણોને લઇ જિયો પ્રાઇમ મેમ્બરશીપ ન લઇ શકે તો તેમના માટે અલગથી કેટલાક સ્ટૈડર્ડ પ્લાન લઇને આવીશું જે ના ફક્ત ટૈરિફ પ્લાનથી મેચ થશે પરંતુ બાકી ટેલિકોમ કંપનીઓથી 20 ટકા વધુ ડાટા આપશે.
First published: March 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर