IPL રેકોર્ડ: પહેલી વખત એક દિવસમાં બે બોલરોએ લીધી હેટ્રીક

Haresh Suthar | News18 Gujarati
Updated: April 15, 2017, 9:21 AM IST
IPL રેકોર્ડ: પહેલી વખત એક દિવસમાં બે બોલરોએ લીધી હેટ્રીક
ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે એક જ દિવસમાં બે બોલરોએ હેટ્રીક લીધી છે. શુક્રવારે આઇપીએલમાં પહેલી વખત આવું થયું છે. પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના સ્પિનર બોલર સેમ્યુઅલ બદ્રીએ મુંબઇ ઇન્ડિયન્સ વિરૂધ્ધ હેટ્રીક લીધી છે જ્યારે બીજી મેચમાં ગુજરાત લાયન્સના ફાસ્ટર એન્ડ્ર્યુ ટાઇએ રાઇજિંગ પૂણે વિરૂધ્ધ હેટ્રીક લીધી
Haresh Suthar | News18 Gujarati
Updated: April 15, 2017, 9:21 AM IST
રાજકોટ #ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે એક જ દિવસમાં બે બોલરોએ હેટ્રીક લીધી છે. શુક્રવારે આઇપીએલમાં પહેલી વખત આવું થયું છે. પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના સ્પિનર બોલર સેમ્યુઅલ બદ્રીએ મુંબઇ ઇન્ડિયન્સ વિરૂધ્ધ હેટ્રીક લીધી છે જ્યારે બીજી મેચમાં ગુજરાત લાયન્સના ફાસ્ટર એન્ડ્ર્યુ ટાઇએ રાઇજિંગ પૂણે વિરૂધ્ધ હેટ્રીક લીધી

સંજોગાવસાત આ બંને હેટ્રીક એક જેવી જ રહી. બદ્રી અને ટાઇ બંને બોલરોએ પહેલી બે વિકેટ કેચ આઉટ કર્યા અને ત્રીજી વિકેટ બોલ્ડ કર્યો. એન્ડ્ર્યુ ટાઇએ 17 રન આપી પાંચ વિકેટ લીધી અને ટી 20 કેરિયરમાં આ એનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

બદ્રીએ મુંબઇના ઓપનર પાર્થિવ પટેલ, મિચેલ મેક્લિંધન અને રોહિત શર્માને આઉટ કરી હેટ્રીક લીધી. જ્યારે ટાઇએ અંકિત શર્મા, મનોજ તિવારી અને શાર્દુલ ઠાકુરને આઉટ કરી ઇતિહાસ રચ્યો.
First published: April 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर