બે વર્ષમાં અમદાવાદમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ ભરવામાં 200 ટકાનો વધારો

આરટીઓના નિયમનું પાલન કરવાના બદલે ભંગ વધારે કર્યો છે. અમદાવાદીઓએ 2017થી અત્યાર સુધીમાં આરટીઓના નિયમ ભંગ બદલ 16 કરોડથી વધુનો દંડ ભર્યો છે.

News18 Gujarati
Updated: September 15, 2019, 4:43 PM IST
બે વર્ષમાં અમદાવાદમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ ભરવામાં 200 ટકાનો વધારો
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: September 15, 2019, 4:43 PM IST
વિભુ પટેલ, અમદાવાદઃ આરટીઓના નિયમનું પાલન કરવાના બદલે ભંગ વધારે કર્યો છે. અમદાવાદીઓએ 2017થી અત્યાર સુધીમાં આરટીઓના નિયમ ભંગ બદલ 16 કરોડથી વધુનો દંડ ભર્યો છે.

ગુજરાતમાં જાણે નિયમો તોડવા માટે બનતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નિયમ ભંગ કરવાની રકમમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. 2017થી લઈ અત્યાર સુધીમા 9 કરોડ 91 લાખ દંડ ભર્યો છે. 2017ની રકમ કરતા 2019માં 200 ટકાનો વધારો થયો છે. 2017મા અમદાવાદીઓ (Ahmedabad)2 કરોડ 22 લાખ જેટલો દંડ ભર્યો હતો.જે વધીને 2018મા 4 કરોડ,89 લાખનો દંડ ભર્યો હતો.

2019 ઓગસ્ટ સુધીમાં 100 ટાકથી વધુનો દંડ ભર્યો એટલે કે 9 કરોડ 91 લાખનો દંડ ચુકવ્યો છે. જોકે દંડથી પ્રજાને કોઈ ડર ન હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે 2017 કરતા દર વર્ષે દંડની રકમમા વધારો જોવા મળ્યો. દંડથી ડરતી હોય તો પછી રકમમા ઘટાડો થવો જોઈએ.

આવતી કાલથી નવા નિયમ લાગું થવાના છે. નવા નિયમ (New traffic rule) પ્રમાણે દંડમા પણ તોતીગ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પ્રજા ખરેખર નિયમોનું પાલન કરશે કે પછી દંડ ભરશેકારણ કે નવા નિયમ પ્રમાણે પીયુસી, લાયસન્સ, આરસી બુક, વીમો તમામ દસ્તાવેજ હોવા જરૂરી છે. (PUC, license, RC book, insurance)

લોકોની માગની સામે સરકાર પાસે મેઈનપાવર નથી. જેના કારણે લાયસન્સ, પીયુસી, લાયસન્સ રિન્યૂ કરાવવા લાંબી લાઈનો લાગી છે. આમ લોકો હેરાન થઈ રહ્યા છે. લાયસન્સ રિન્યૂ કરવા આવેલા સનતભાઈ શાહે જણાવ્યુ હતુ કે કે લાયસન્સ રિન્યૂ કરાવવા માટે 3 દિવસથી ધક્કા ખાય રહ્યા છે. પરંતુ લાયસન્સ રિન્યૂ થયું નથી. અને ખુબ મુશ્કેલી પડી રહી છે. ટેક્સ અને દંડ આપ્યા બાદ પણ તંત્ર સુવિધા આપતું નથી.
First published: September 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...