ફ્રેશર પણ લાખોની કમાણી કરી શકે છે CA ઇન્ટરમીડિયેટ કોર્સ દ્વારા
CA ઈન્ટરમીડિયેટ શું છે ?
CA ઈન્ટરમીડિયેટ એ CA કોર્સનો બીજો તબક્કો છે. CA ફાઉન્ડેશન કોર્સ ક્લિયર કર્યા પછી તમે CA ઇન્ટરમીડિયેટ કોર્સ માટે રજીસ્ટ્રેશન (Registration) કરી શકો છો. CA ઇન્ટરમીડિયેટ રજીસ્ટ્રેશન ICAI સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઈન કરવામાં આવે છે.
CA ઇન્ટરમીડિયેટ માટેની પાત્રતા
CA ફાઉન્ડેશનની (Foundation) પરીક્ષાઓ પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ CA ઈન્ટરમીડિયેટ પરીક્ષાઓ માટે નોંધણી કરવા માટે પાત્ર બને છે. ICAI એ ડાયરેક્ટ એન્ટ્રી રૂટ પદ્ધતિ પણ રજૂ કરી છે. જ્યાં તેઓ CA ઈન્ટરમીડિયેટ કોર્સમાં સીધા જ નોંધણી કરાવી શકે છે અને ફાઉન્ડેશનની પરીક્ષાઓ (Exam) છોડી શકે છે.
CA ઇન્ટરમીડિયેટ માટેની તૈયારી
પરીક્ષાની તૈયારી માટે તમને 8 મહિનાનો અભ્યાસ સમયગાળો મળે છે. જો તમે બંને ગ્રૂપની (Group) પરીક્ષા એકસાથે આપો છો તો તમારે 8 વિષયોની તૈયારી કરવાની રહેશે. વિદ્યાર્થીઓ એક જૂથ માટે પણ તૈયારી કરી શકે છે.
CA ઈન્ટરમીડિયેટ માટેનું પરિણામ
ICAI પરીક્ષાના બે મહિના પછી CA ઇન્ટરમીડિયેટ અને IPCC પરિણામો જાહેર કરે છે. CA ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોએ (Candidate) દરેક વિષયમાં 40% અથવા એકંદરે 50% થી વધુ મેળવવાની જરૂર છે.
CA ઈન્ટરમીડિયેટ કોર્સમાં રજીસ્ટ્રેશન માટેની લાયકાત
CA ફાઉન્ડેશનની પરીક્ષાઓ પાસ કર્યા પછી ઉમેદવાર CA ઇન્ટરમીડિયેટ કોર્સ માટે નોંધણી કરવા પાત્ર બને છે. ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પણ ડાયરેક્ટ એન્ટ્રી (Direct Entry) લઈ શકે છે. આ સ્કીમમાં ઉમેદવાર CA ફાઉન્ડેશન મારફતે ગયા વિના CA ઇન્ટરમીડિયેટ પરીક્ષા માટે સીધું જ નોંધણી કરાવી શકે છે. જેમાં ઓછામાં ઓછા 55% મેળવવા જરૂરી છે. નોન કોમર્સ સ્નાતકો/ પોસ્ટ ગ્રેજ્યુએટમાં 60% માર્કસ મેળવીને ઇન્ટરમીડિયેટ (Intermediate) માટે નોંધણી કરાવી શકે છે.જે વિદ્યાર્થીઓએ ઈન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા, ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયાનું ઇન્ટરમિડિયેટ લેવલ, ગ્રેજ્યુએશનના (Graduation) અંતિમ વર્ષની પરીક્ષા આપી રહ્યા છે. તેઓ પ્રોવિઝનલ સ્કીમ હેઠળ અરજી કરી શકે છે. ઉપરોક્ત વિદ્યાર્થીઓ (Student) CA ફાઉન્ડેશન પાસ કર્યા વિના ઇન્ટરમીડિયેટ લેવલ માટે સીધા જ નોંધણી કરવા પાત્ર છે.
CA ઈન્ટરમીડિયેટ રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે ભરવું ?
એકવાર ઉપરોક્ત ઔપચારિકતાઓ પૂર્ણ થઈ જાય પછી CA ઇન્ટરમીડિયેટ અભ્યાસક્રમ માટે ICAI અભ્યાસ સામગ્રી વિદ્યાર્થીઓને એક મહિનાની અંદર કેન્દ્રીયકૃત ડિસ્પેચ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓ CA ઇન્ટરમીડિયેટ પરીક્ષા પેટર્ન (Exam Pattern) અને માર્કિંગ સ્કીમ પણ ચકાસી શકે છે.
CA ઈન્ટરમીડિયેટ પરીક્ષા ફોર્મ
નોંધણી ફોર્મ ઉપરાંત વિદ્યાર્થીઓએ CA ઇન્ટરમીડિયેટ કોર્સ માટે પરીક્ષા ફોર્મ (Form) પણ ભરવાનું રહેશે. તેઓ ICAI વેબસાઇટ દ્વારા તેમના CA ઇન્ટરમીડિયેટ પરીક્ષા ફોર્મ ભરી શકે છે. જો ઉમેદવારે નોંધણી કરેલ છે. તો તે સીધા જ તેમના ખાતામાં લૉગ ઇન કરી શકે છે અને તેમનું અરજી (Application) ફોર્મ ભરી શકે છે. જો નવા યુઝર હોય તો તેમણે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. CA ઇન્ટરમીડિયેટ પરીક્ષા ફોર્મ ભર્યા પછી ફી ભરવી જરૂરી છે.
CA ઈન્ટરમીડિયેટ કોર્સ ફી
CA ઇન્ટરમીડિયેટ કોર્સની કુલ ફી બંને ગ્રુપ માટે રૂ. 20,700 અને એક ગ્રુપ માટે રૂ. 14,500 છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે બંને ગ્રુપની ફી $1500 છે અને એક ગ્રુપની $925 છે. જે વિદ્યાર્થીઓ CA કોર્સમાં ડાયરેક્ટ એન્ટ્રી રૂટથી પ્રવેશ કરી રહ્યા છે. તેમને ઉપરોક્ત ફી ઉપરાંત પ્રોસ્પેક્ટસની (Prospectus) કિંમત તરીકે રૂ. 200 તથા વિદેશી વિદ્યાર્થીઓએ બંને ગ્રુપ માટે $1000 અને એક ગ્રુપ માટે $600 ની નોંધણી ફી ચૂકવવી પડશે.
CA ઈન્ટરમીડિયેટ કર્યા પછી કમાણી
CA ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યા પછી વ્યક્તિ સારી કમાણી કરી શકે છે. એક ફ્રેશર પણ વાર્ષિક 7-8 લાખ સુધીની કમાણી (Earning) કરી શકે છે. તમારા કામના અનુભવ અને કુશળતાથી તમારી કમાણી વધારી શકો છો. નોકરી (Job) મેળવવા માટે વ્યક્તિ પાસે સારી વાતચીત કુશળતા હોવી આવશ્યક છે. વાતચીત કરવા માટે અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન હોવું જરૂરી છે. CA ઇન્ટરમાંથી સ્નાતક થયેલા કર્મચારીનો સરેરાશ પગાર (Salary) ₹ 31 લાખ સુધીનો હોય છે.
CA ઈન્ટરમીડિયેટ માટે ટોચની નોકરીઓ
ક્રેડિટ એનાલિસ્ટ
એસોસિયેટ ફાયનાન્સ મેનેજર
ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ
આસિસ્ટન્ટ મેનેજર ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ
વરિષ્ઠ ઓડિટ એક્ઝિક્યુટિવ
જુનિયર એલએન લોજિસ્ટિક્સ
ટેક્સ કન્સલ્ટન્ટ
CA ઈન્ટરમીડિયેટ કોર્સ (Course) કરવા માટે ICAI ભવન, 123 સરદાર પટેલ કોલોની, ઉસ્માનપુરા અંડરબ્રિજ પાસે, નારણપુરા, અમદાવાદ ખાતે કરી શકો છો. તથા વધુ માહિતી માટે 91-79-68103989 નંબર પર સંપર્ક કરી શકો છો. તથાwww.icaiahmedabad.com વેબસાઈટ પર જઈને મુલાકાત (Visit) લઈ શકો છો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર