અમદાવાદઃ લાઈફ ઇન્સ્યોરન્સ પોલીસીનું (Life insurance policy)રિફંડ મેળવવા બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરનાર બે આરોપીની સાયબર ક્રાઇમ બ્રાંચે (Cyber crime) ધરપકડ કરી છે. આરોપીઓએ નિવૃત શિક્ષક પાસેથી ટુકડે ટુકડે 35 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો ખુલાસો થયો છે. લાઈફ ઇન્સ્યોરન્સ નામે લાઈફની કમાણી પડાવનાર કોણ છે આરોપીઓ જાણીએ.
સાયબર ક્રાઇમ બ્રાંચમાં પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપીઓ શુભમ અધિકારી અને સતેન્દ્રકુમાર જાટવ છે. પકડાયેલ આ બન્ને આરોપીઓ લાઈફ ઇન્સ્યોરન્સ રિફંડ મેળવા માટે જુદા જુદા ચાર્જ પેટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવી છેતરપિંડી આચરતા હતા. અને અત્યાર સુધીમાં અનેક લોકોને પોતાની મોડેસ ઓપરેન્ડીથી અનેક લોકો સાથે ઠગાઈ આચરી ચુક્યા હશે.
પરંતુ અમદાવાદ સાઇબર ક્રાઇમને નિવૃત શિક્ષકની ફરિયાદ મળતા બન્ને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને શખ્સોએ ફરિયાદી પાસેથી રૂપિયા 35 લાખ રૂપિયા પડાવ્યા છે.આરોપીઓ જુદી જુદી 8 બેંકોમાં રિફંડના પ્રોસીસર પેટે રૂપિયા ભરાવી ઠગાઇ આચરી હતી.
પકડાયેલ આરોપીની પુછપરછમાં સામે આવ્યું કે વીમા કંપનીમાં પોલિસી હોલ્ડર ફરિયાદ કરતા અથવા રિફંડને લઈને તકરાર કરનારા લોકોની માહિતી ઠગ ટોળકી મેળવતી હતી. જેમાં પોલિસીની રકમ, નંબર અને પાકતી તારીખ અને નામ સરનામું ગ્રાહકનું મેળવતા હતા.
જે બાદ ગ્રાહકને વીમા કંપનીના કર્મચારી કે અધિકારી બનીને આરોપીઓ ફોન કરી પોલિસીનું સેટલમેન્ટ કરી ખાતરી આપીને તેઓ પાસેથી જુદા જુદા ચાર્જીસ મેળવીને ઠગાઇ આચરતા. આ ટોળકી દિલ્હી, ગાજીયાબાદ અને ઉત્તરપ્રદેશમાં સર્કિય હોવાનું તપાસમાં ખુલ્યું છે.
મહત્વનું છે કે આ ટોળકીના સાગરિતો દ્વારા અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરવામાં આવી હોઈ શકવાની શકયતા નકારી શકાય તેમ નથી.તેમજ આ ટોળકીમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને રિમાન્ડમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ થઈ શકે છે અને ખુલાસા થશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર