Home /News /ahmedabad /છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ મહારાષ્ટ્રથી ઝડપાયો, વગર રોકાણે કમાતો હતો લાખો રૂપિયા

છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ મહારાષ્ટ્રથી ઝડપાયો, વગર રોકાણે કમાતો હતો લાખો રૂપિયા

છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ

Ahmedabad News: પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન રીસોર્સીસ આધારે તપાસ કરતા આરોપી સંદીપની મહારાષ્ટ્રના ઔરંગાબાદ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સંદીપની પુછપરછ દરમિયાન સંદીપે અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા ટ્રાન્સપોર્ટર તેમજ કંપનીઓ સાથે આ રીતે છેતરપીડી વિશ્વાતઘાત કરેલાની કબુલાત પણ કરી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: અસલાલી પોલીસએ છેતરપિંડીના માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે. આરોપી અલગ અલગ રાજ્યમાં ટ્રાન્સપોર્ટર પાસેથી ટ્રક બુક કરી કંપનીનો સામાન ભરી પોતે બ્રોકર તરીકે કામ કરતો. ભાડા પેટે નક્કી થયેલ સંપુર્ણ રકમ પોતાના ખાતામાં જમા થયા બાદ ફોન સ્વીચ ઓફ કરી ટ્રક માલિકોને ભાડા પેટે નક્કી થયેલી રકમ આપતો નથી અને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નવુ સીમ કાર્ડ ખરીદી લેતો હતો.

ફરિયાદને આધાર પોલીસે કાર્યવાહી હાથ ધરી


અમદાવાદમાં ગત તારીખ 6 માર્ચના રોજ અસલાલી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મહેદીપુર બાલાજી રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટના માલિકે સંદીપ સોરેને સેફ એન્ડ સિક્યોર લોજીસ્ટીક પ્રા.લી કંપનીમાંથી નવ ટ્રકને સામાન ભરી કુલ 3,84,000 રૂપિયા ભાડા પેટે નક્કી કરી ટ્રક માલિકો પાસે નવ ટ્રક મંગાવી ભાડા પેટેના સંપુર્ણ રૂપિયા પોતાના ખાતામાં જમા થયા બાદ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો અને ટ્રક માલિકોને ભાડા પેટેની રકમ આપી નહી. જેથી સેફ એન્ડ સિક્યોર લોજીસ્ટીક પ્રા.લી કંપનીના કર્મચારીએ સંદીપ સોરેન વિરુધ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધાર પોલીસે આરોપી સંદીપની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: શ્વેતા તિવારીથી લઈને અરબાઝ ખાન સુધી, 8 સ્ટાર્સે પાકિસ્તાની ફિલ્મોમાં કામ કર્યું

ફોન બંદ કરી નવુ સીમ કાર્ડ ખરીદી લેતો


સમગ્ર મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સંદીપ સોરેન અગાઉ પણ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા જેવા અલગ અલગ રાજ્યમાં ટ્રાન્સપોર્ટર પાસેથી ટ્રક બુક કરી કંપનીનો સામાન ભરી પોતે બ્રોકર તરીકે કામ કરી ભાડા પેટે નક્કી થયેલ સંપુર્ણ રકમ પોતાના ખાતામાં જમા થયા બાદ ફોન સ્વીચ ઓફ કરી ટ્રક માલીકોને ભાડા પેટે નક્કી થયેલી રકમ આપતો નથી અને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નવુ સીમ કાર્ડ ખરીદી લેતો હતો. આરોપી સંદીપ મુળ હરિયાણાનો છે હાલમાં તેની કોઇ ઓફીસ નથી અને પોતે અલગ અલગ નંબર થી ટ્રાન્સપોર્ટર તેમજ કંપનીઓ સાથે સંપર્ક કરી પોતે બ્રોકર તરીકેની ઓળખ આપી લોકો સાથે છેતરપીડી કરી વિશ્વાતઘાત કરતો હોવાનુ સામે આવ્યું છે.

આ પણ વાંચો: રૈનાએ IPLમાં સૌથી વધુ કેચ પકડ્યા, ટોપ 5માં ભારતીય ધુરંધરો

મહારાષ્ટ્રના ઔરંગાબાદ આરોપીની ધરપકડ કરાઈ


અસલાલી પોલીસે આરોપી સંદીપ સોરેનને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી અને આરોપી મુળ હરિયાણાનો હોવાથી તેના ઘરે તપાસ કરતા હાજર મળી આવ્યો ન હતો. સંદીપ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના વતનમાં આવતો ન હોવાનુ પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન રીસોર્સીસ આધારે તપાસ કરતા આરોપી સંદીપની મહારાષ્ટ્રના ઔરંગાબાદ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સંદીપની પુછપરછ દરમિયાન સંદીપે અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા ટ્રાન્સપોર્ટર તેમજ કંપનીઓ સાથે આ રીતે છેતરપીડી વિશ્વાતઘાત કરેલાની કબુલાત પણ કરી હતી. હાલતો અસલાલી પોલીસે આરોપી સંદીપ સોરનની ધરપકડ કરી અલગ અલગ છેતરપિંડીના ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gujarati news