સુરતઃ ચાર યુવકોએ ધો.12ના વિદ્યાર્થીની હત્યા, પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

પરિવારજનોએ લિંબાયત વિસ્તારમાં ગુંડાગર્દી અને અસામાજિક તત્વોની દાદાદીરી દિવસેને દિવસે વધી રહી છે તેવી વાત પણ કહી હતી.

News18 Gujarati
Updated: September 9, 2019, 6:35 PM IST
સુરતઃ ચાર યુવકોએ ધો.12ના વિદ્યાર્થીની હત્યા, પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર
મૃતક યુવકની તસવીર
News18 Gujarati
Updated: September 9, 2019, 6:35 PM IST
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં ગઈકાલે મોડી રાત્રે નાનકડી બાબતે થયેલી બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યા કરી હતી. ચાર ટપોરી યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. જુવાનજોધ દીકરાની હત્યાથી હચમચી ગયેલા પરિવારજનોએ જ્યાં સુધી દીકરાના હત્યારા નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેવી વાત કહી છે. પરિવારજનોએ લિંબાયત વિસ્તારમાં ગુંડાગર્દી અને અસામાજિક તત્વોની દાદાદીરી દિવસેને દિવસે વધી રહી છે તેવી વાત પણ કહી હતી.

સુરતના લિંબાયત વિસ્તારમાં ગઈકાલે ધોરણ-12માં ભણતા સાહિલ સૂર્યકાંત જોશી નામના યુવકની હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે વિસ્તારના અસામાજિક તત્ત્વો પત્થર તથા અન્ય તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા. જેને કારણે તેનું મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના પરિવારજનોએ કહ્યું કે, અમારો દીકરો મિત્રો સાથે બહાર ગયો હતો. તે સોસાયટીની બહાર પાનના ગલ્લા પર ઉભો હતો. ત્યાં બહારથી કેટલાક યુવકો આવ્યા હતા. કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, અને બાદમાં મારામારી થઈ હતી. એ યુવકોએ અમારા દીકરાને ઈંટ-પત્થરથી માર માર્યો હતો. તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ-સુરત : પુત્ર જન્મનું દાપું આપવામાં આનાકાની કરતાં કિન્નરોનો હુમલો, પિતાનું સારવાર દરમિયાન મોત

અમારા ત્યાં ગુંડાગીર્દી વધી છે, દારૂનું ખુલ્લેઆમ વેચાણ વધી રહ્યું છે. ટપોરીગીરી વધી ગઈ છે. અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો છે. અમને ન્યાય જોઈએ. જ્યા સુધી હત્યારાઓ પકડાય નહીં, ત્યાં સુધી અમે અમારા દીકરાનો મૃતદેહ અહીથી ઉઠીશુ નહીં. અમારી એક જ માંગ છે કે અમારા વિસ્તારમાં ગુંડાગીરી ખતમ થવી જોઈએ અને હત્યારાઓ પકડાવા જોઈએ. તેમની સામે કડકમાં કાર્યવાહી કરવી જોઈએ.

દીકરાને ગુમાવ્યાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પિતા ઊંડા શોકમાં ડૂબી ગયા હતા. ગમગીન અવાજે તેમણે કહ્યું હતું કે, મારા દીકરાની હત્યા કરાઈ છે. ચાર-પાંચ યુવકો તેને મારીને જતા રહ્યા હતા. પત્થર પણ ગળા પર લગાવી દીધા હતા. તેમને પકડો અને કડકમાં કડક કાર્યવાહી કરો. જોકે પરિવારજનો એક જ માંગ કરી રહ્યા છે કે, હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી અમારા દીકરાનો મૃતદેહ નહીં સ્વીકારીશું.
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...