Home /News /ahmedabad /ઘડિયાળની દુકાનમાંથી અમદાવાદ SOG એ પ્રતિબંધિત વસ્તુઓ સાથે ચાર આરોપીઓને દબોચ્યા

ઘડિયાળની દુકાનમાંથી અમદાવાદ SOG એ પ્રતિબંધિત વસ્તુઓ સાથે ચાર આરોપીઓને દબોચ્યા

ઈ-સિગારેટનું વધતું જતું ચલણ એ ચોક્કસથી વાલીઓ માટે ચેતવણી સમાન છે.

Ahmedabad Crime News: હાલમાં પોલીસે આ ચારેય આરોપીઓની પૂછપરછ કરીને તેઓ આ ઈ-સિગારેટનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને-કોને વહેંચતા હતા. તે અંગે પૂછપરછ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી યુવા વર્ગમાં ખાસ કરીને ઈ-સિગારેટનું ચલણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હુક્કાબાર પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવતા હવે યુવાનોએ સિગારેટ તરફ વળ્યા છે. તાજેતરમાં પોલીસ દ્વારા અનેક જગ્યાએ રેડ કરીને ઈ-સિગારેટનો જથ્થો પણ કબજે કર્યો છે અને અસરકારક કાર્યવાહી પણ કરી છે. ત્યારે અમદાવાદ એસ.ઓ.જી દ્વારા કે.ટી. પ્લાઝાની પાછળ આવેલ વ્રજભૂમિ કોમ્પલેક્ષમાં ઘડિયાળની દુકાનમાંથી રૂપિયા 74,000 ના ઈ-સિગારેટના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા છે.

એસઓજીના સ્ટાફને બાતમી મળી હતી કે, કાલુપુર વલંદાની હવેલીની અંદર કે.ટી. પ્લાઝા ની પાછળ આવેલ વ્રજભૂમિ કોમ્પલેક્ષમાં માયા ટ્રેડર્સ નામની ઘડિયાળની દુકાનમાં પ્રતિબંધિત અલગ-અલગ કંપનીની વેપ (ઈ-સિગારેટ) નો જથ્થો છે. જેના આધારે એસઓજીની ટીમે રેડ કરતા કુલ રૂપિયા 74 હજાર 400 ની કિંમતની 62 નંગ વેપનો જથ્થો કબજે કર્યો છે. અને પ્રકાશ ઉર્ફે પિન્ટુ આશુદાની, વિષ્ણુ ઠાકોર, રવિરાજસિંહ ચૌહાણ અને મહેશ વાઘેલા નામના ચાર આરોપી ઓની પણ ધરપકડ કરી છે. અને આરોપીઓ વિરુદ્ધ ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ 2019 ની કલમ 7, 8 મુજબની કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો- અમદાવાદ: ગુનાની દુનિયામાં લેડી ડોનનો દબદબો, હસીના પારકર જેવો રોફ, 52થી વધુ ગુના

હાલમાં પોલીસે આ ચારેય આરોપીઓની પૂછપરછ કરીને તેઓ આ ઈ-સિગારેટનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને-કોને વહેંચતા હતા. તે અંગે પૂછપરછ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે. જો કે ઈ-સિગારેટનું વધતું જતું ચલણ એ ચોક્કસથી વાલીઓ માટે ચેતવણી સમાન છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad police, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन