Home /News /ahmedabad /અમદાવાદઃ થલતેજ ચાર રસ્તા પર આવેલા આ સ્પા સેન્ટર પર પડી રેડ, ચોંકાવનારી વિગતો સામે આવી

અમદાવાદઃ થલતેજ ચાર રસ્તા પર આવેલા આ સ્પા સેન્ટર પર પડી રેડ, ચોંકાવનારી વિગતો સામે આવી

અમદાવાદના સ્પા સેન્ટર પર પોલીસના દરોડા (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad Police, Thaltej Spa Raid: અમદાવાદના એસજી હાઈવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલા વિશાળ સ્પા સેન્ટરમાં પોલીસે રેડ પાડી તો ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે ગુનો નોંધીને વસ્ત્રાપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરના દરેક વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ વિવિધ સ્પા સેન્ટરો ખુલી રહ્યા છે. સ્પાની આડમાં ગેરકાયદેસર કામ થતા હોવાની ઘટનાઓ પણ સતત વધી રહી છે. આવામાં એસજી હાઈવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલા જાણીતા સ્પામાં રેડ પડી છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા સ્પા સેન્ટર પર રેડ પાડવામાં આવી છે. આ સ્પા સેન્ટરમાં રેડ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ રેડ દરમિયાન જે વિગતો સામે આવી છે તેના આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

પોલીસે સ્પા સેન્ટરમાં રેડ પાડી તો ભાંડો ફૂટ્યો


થલતેજ ચાર રસ્તા પાસે આવેલા બુદ્ધા સ્પામાં વસ્ત્રાપુર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી તો ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આ સ્પા સેન્ટર પર વિદેશી યુવતીઓને ગેરકાયદેસર રીતે નોકરી પર રાખવામાં આવી હોવાની ફરિયાદ થઈ છે. આ મામલે બે લોકો સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

મસાજના નામે સ્પા સેન્ટરમાં આવતા ગ્રાહકોને આકર્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આવામાં પોલીસે બુદ્ધા સ્પા સેન્ટર પર ચાલતા કૃત્યની વધુ તપાસ હાથ ધરી છે. અહીં વિદેશી યુવતીઓને કઈ રીતે લાવવામાં આવતી હતી, આની પાછળ અન્ય કોનો હાથ છે તે સહિતની વિગતો તપાસ્યા બાદ પોલીસ દ્વારા વધુ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

શહેરના અન્ય સ્પા સેન્ટરો પર આ પ્રકારનું કૃત્ય ચાલે છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી શકે છે.


નારોલ વિસ્તારમાં ધમધમતું હતું કુટણખાનું


શહેરના નારોલ વિસ્તારમાં કુટણખાનું પણ ઝડપાયું હતું. શહેરની ઈસનપુર પોલીસને બાતમી મળ્યા બાદ રેડ પાડવામાં આવી તો માલુમ પડ્યું કે રેક્ઝિન કવનું બોર્ડ મારીને કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે આ મામલે બોગસ ગ્રાહક મોકલીને તપાસ કરીને આ મામલે ભાંડો ફોડ્યો છે. આ દરોડામાં પોલીસે ગ્રાહક, મેનેજર, રૂપલલાનાઓ સહિતના લોકોને પકડીને કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓ ગ્રાહક દીઠ 700 રૂપિયા લેતા હતા અને રૂપલલનાને 200 રૂપિયા આપતા હોવાનું સામે આવ્યુ હતું. આ જગ્યા પર કોઇને શક ન જાય તે માટે બહાર દુકાનનું બોર્ડ મારી પાટીશન પાડીને રૂમો બનાવી કુટણખાનું ચલાવતા હતા.
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gujarati news, Spa center, Thaltej, Vastrapur police